ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Karnataka News : કર્ણાટકમાં BMW કારમાંથી એક કરોડથી વધુની કિંમતની ચાંદીની વસ્તુઓ જપ્ત કરવામાં આવી - MORE THAN ONE CRORE FOUND IN BMW IN KARNATAKA

કર્ણાટકના બિદરમાં પોલીસે દસ્તાવેજો વિના લઈ જતી એક કરોડ પચાસ હજાર રૂપિયાની કિંમતની ચાંદીની પાયલ જપ્ત કરી છે. દાવંગેરે તાલુકામાં હેબબાલા ટોલ ચેકપોસ્ટ નજીક 39 લાખ રૂપિયાની કિંમતના કુલ 66 કિલો અપ્રમાણિત ચાંદીના આર્ટિકલ જપ્ત કરવામાં આવ્યા હતા.

PASSENGER TRIED OPENING FLAP OF EMERGENCY EXIT OF INDIGO AIRLINES
PASSENGER TRIED OPENING FLAP OF EMERGENCY EXIT OF INDIGO AIRLINES

By

Published : Apr 8, 2023, 3:10 PM IST

બિદર/દાવંગેરે:કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ને લઈને રાજ્યભરમાં કડક તકેદારી રાખવામાં આવી રહી છે. આચારસંહિતાને જોતા પોલીસ ચેકપોસ્ટ પર વાહનોની તલાશી લઈ રહી છે. બિદર જિલ્લાના સરહદી વિસ્તારમાં 30 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રથી આવતા દરેક વાહનને ચેકિંગ કર્યા બાદ સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ગુરુવારે, પોલીસે વનામરપલ્લી ચેકપોસ્ટ પર મોટી માત્રામાં ચાંદીના પાયલ જપ્ત કર્યા હતા. દસ્તાવેજો વિના લઈ જવામાં આવતી એક કરોડ પચાસ હજાર રૂપિયાની કિંમતની ચાંદીની પાયલ પોલીસે જપ્ત કરી છે.

FIR નોંધાઈ:લગભગ આઠ થેલીઓમાં 140 કિલોથી વધુ વજનના ચાંદીના ઘરેણા હતા. જ્યારે કારના માલિકે આ વિશે સાચી માહિતી આપી ન હતી, ત્યારે પોલીસે ચાંદીના ઘરેણાં જપ્ત કર્યા હતા અને એફઆઈઆર નોંધી હતી. ઔરદ પોલીસ સ્ટેશનમાં અનિલ, ગજાનન અને રાહુલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી કોઈ પણ રેકોર્ડ વિના કરોડો રૂપિયાની મોટી રોકડ અને ચાંદીના દાગીના રાજ્યમાં આવી રહ્યા છે.

આ પણ વાંચોRJ News : ટ્રેનમાં વિદેશી મહિલાની છેડતી, રેલવે પ્રધાનને ટ્વીટ કરીને કોચ એટેન્ડન્ટ પર લગાવ્યો આરોપ, બાદમાં કહ્યું થઈ ગેરસમજ

પોલીસનું નિવેદન:અન્ય એક ઘટનામાં શુક્રવારે દાવંગેરે તાલુકામાં હેબબાલા ટોલની ચેકપોસ્ટ નજીક 39 લાખ રૂપિયાની કુલ 66 કિલો અપ્રમાણિત ચાંદીની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. તહસીલદાર ડો. અશ્વથે જણાવ્યું કે કારમાં ડ્રાઈવર સહિત બે મુસાફરો હતા. કાર ચાલક સુલતાન ખાન અને અન્ય હરિસિંગ વિરુદ્ધ દાવણગેરે ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચોVadodara Twin sisters Missing: 51 દિવસ સુધી દીકરી ઘરે પરત ન આવતા પિતાની ધીરજ ખૂટી, CMને પત્ર

કાર અને ચાંદીની વસ્તુઓ જપ્ત: તહસીલદારે કહ્યું કે ડ્રાઈવરે પૂછપરછ દરમિયાન કહ્યું કે આ બધા એક બોલિવૂડ પ્રોડ્યુસરના છે, પરંતુ તેની પાસે આ અંગે કોઈ દસ્તાવેજ નથી. આથી કાર અને ચાંદીની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. ચૂંટણી પંચ પૈસા, સ્ટોરેજ અને અન્ય વસ્તુઓ પર નજર રાખી રહ્યું છે જે દસ્તાવેજો વગર લઈ જવામાં આવે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details