ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિક્કીમ પોલીસના કર્મીએ પોતાના જ સાથી પર કર્યું ફાયરિંગ, બેના મૃત્યું

દિલ્હીના રોહિણી સ્થિત હૈદરપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સિક્કિમ પોલીસના (Sikkim Police Firing Case) એક જવાને પોતાના જ સાથીદારો પર ગોળીબાર કર્યો છે. જેમાં બે જવાનનું ઘટનાસ્થળે જ મોત (Police officer died on the spot) નીપજ્યું હતું, જ્યારે અન્ય એક જવાનનું હોસ્પિટલમાં મોત થયું હતું. ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, જે આરોપી છે એ પણ પોલીસ વિભાગમાંથી જ છે.

Breaking: સિક્કીમ પોલીસના કર્મીએ પોતાના જ સાથી પર કર્યું ફાયરિંગ, બેના મૃત્યું
Breaking: સિક્કીમ પોલીસના કર્મીએ પોતાના જ સાથી પર કર્યું ફાયરિંગ, બેના મૃત્યું

By

Published : Jul 18, 2022, 5:00 PM IST

Updated : Jul 18, 2022, 5:51 PM IST

નવી દિલ્હી: દિલ્હીના રોહિણી સ્થિત હૈદરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સિક્કિમ પોલીસના (Sikkim Police Firing Case) એક જવાને તેના ત્રણ સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં બે જવાનનું ઘટનાસ્થળે જ (Police officer died on the spot) મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક જવાનનું આંબેડકર હોસ્પિટલમાં મોત થયું હતું. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ લાન્સ નાઈક પ્રવીણ રાય (Accused Pravin Rai Sikkim Police) તરીકે થઈ છે. જેની સામે કાયદેસરના પગલાં લેવાયા છે.

આ પણ વાંચો: ગામનું 5 કરોડનું બુચ લગાવી બનાવ્યું 'નાટક', પછી આ લોકો આવ્યા જોવા

ઝઘડો થયો હતો: ચારેય પોલીસકર્મીઓની ડ્યુટી હૈદરપુર વોટર પ્લાન્ટ પર જ હતી. બધા જવાન બેરેકની અંદર બેઠા હતા અને કેટલાક વાતો કરી રહ્યા હતા. તે આરોપી સિવિલ ડ્રેસમાં હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક આ જવાનો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ મામલો પરસ્પર મોટા ઝઘડામાં ફેરવાઈ ગયો હતો. આ દરમિયાન પ્રવીણે ત્રણેય જવાનો પર ગોળીબાર કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: માથા ફરેલા દીકરાએ માતાને શૌચાલયના ખાડામાં ફેંકી દીધી, હતો માત્ર આટલો જ વાંક

કોણ છે મૃતક: આ મૃતકોની ઓળખ કમાન્ડર પિન્ટુ નામગ્યાલ ભૂટિયન, કોન્સ્ટેબલ ધનહાંગ સુબ્બા અને કોન્સ્ટેબલ ઈન્દરલાલ છત્રિયા તરીકે થઈ છે. કેએન કાત્જુ પોલીસ સ્ટેશને આરોપી જવાનની ધરપકડ કરી છે. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

Last Updated : Jul 18, 2022, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details