ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાર અને ટ્રેલર વચ્ચે ભીષણ અથડામણ, એક જ પરિવારના 4 લોકોના મોત - અકસ્માતમાં 4 લોકોના મોત

રાજસ્થાનના સીકરમાં સોમવારે સવારે એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. પરિવાર સાલાસરથી મુલાકાત કરીને પરત ફરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ પરિવાર હરિયાણાના હિસારના રહેવાસી હતો. હાલ, તેના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો છે. 4 member Killed in Accident, Road Accident in Sikar

કાર અને ટ્રેલર વચ્ચે ભીષણ અથડામણ
કાર અને ટ્રેલર વચ્ચે ભીષણ અથડામણ

By

Published : Aug 22, 2022, 8:04 PM IST

સીકર, રાજસ્થાન :જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના બટડાનાઇ ગામ પાસે આજે સોમવારે એક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા દંપતી અને બે બાળકોના મોત (4 member Killed in Accident) થયા હતા. પરિવાર સાલાસરથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કાર એક કાંકરી ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ચારેયના મૃતદેહને પોતાના કબજામાં લઈ સાલાસર હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યા હતા. Road Accident in Sikar

આ પણ વાંચો :લખતર નેશનલ હાઈવે પર અકસ્માતમાં છત્તીસગઢના ત્રણ યુવકોના મોત

પરિવારમાં કરૂણતા છવાઇ :હરિયાણાના હિસારથી કારમાં એક જ પરિવારના 4 લોકો સાલાસર બાલાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, બટડાનાઇ ગામ પાસે એક કાંકરી ભરેલી ટ્રકએ બેદરકારીપૂર્વક કાર (Road Accident in Sikar)ને ટક્કર મારી હતી. અકસ્માતમાં કારમાં સવાર 2 વર્ષીય દિકરી અને 5 વર્ષનો ભત્રીજા સહિત પતિ પત્નીના મોત થયા હતા. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચારેય મૃતદેહોને પોતાના કબજામાં લીધા હતા. પોલીસે ચારેય મૃતકોના મૃતદેહને નજીકની સાલાસર હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.

આ પણ વાંચો :વધુ એક હિટ એન્ડ રન કારચાલકે લીધો બાઈકચાલકનો ભોગ

ટ્રકનો ડ્રાઈવર ફરાર :આ અંગે લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશને મૃતકના પરિજનોને જાણ કરી છે. સ્વજનો આવ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, કાંકરી ભરેલી ટ્રકનો ડ્રાઈવર અને હેલ્પર શ્રદ્ધાળુઓની કારને ટક્કર મારીને સ્થળ પરથી ભાગી ગયા હતા. અકસ્માત બાદ લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચી બન્ને વાહનોને કબજે લીધા હતા. પોલીસે ફરાર ડ્રાઈવર અને હેલ્પરની શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details