- કોરોનાની બીજી લહેર છે વધારે ઘાતક
- દર્દીઓમાં દેખાઇ રહ્યાં છે નવા લક્ષણો
- કોઇ લક્ષણ દેખાય તો ડૉક્ટરની લેશો સલાહ
હૈદરાબાદ: કોરોનાની વેક્સિન આવી ગઇ છે, એક સમયે કોરોનાના કેસ પણ સતત ઘટી રહ્યાં હતાં એવું લાગી રહ્યું હતું કે કોરોના વાઇરસ સમાપ્ત થઇ ગયો છે પણ તે પહેલાં જ કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. જાણકારોનું માનીએ તો નવા આવતા કેસમાં 95 ટકા કેસમાં સંક્રમિતોને કોઇ જ લક્ષણ જોવા મળતા નથી. જે કોરોનાના ઝડપથી ફેલાવાનું એક મુખ્ય કારણ છે. બીજી તરફ લોકો સામાન્ય તાવ અને બીજી બિમારીઓના લક્ષણ સમજીને લક્ષણોની અવગણના કરે છે. જે કોરોના વાઇરસ વધવાના એક મુખ્ય કારણમાંથી એક છે. વાસ્તવમાં વાઇરસ આપણી જાણ બહાર શરીરને અસર કરી રહ્યો છે તેમાં એક મોટો સવાલ છે કે કોરોનાના સાચા લક્ષણો કયા છે. આપણા શરીરમાં એવા કેટલા ફેરફાર આવશે કે જેને આપણે ગંભીરતાથી લેવા જોઇએ ? આપણે કોરોના ટેસ્ટ માટે ક્યારે જવું જોઇએ ? આ સવાલોના જવાબ અંગે જાણીએ જાણકારોનું શું કહેવું છે.
શા માટે વધી રહ્યાં છે કોરોના સંક્રમણના કેસ ?
જેમનામાં કોરોના વાઇરસના લક્ષણ નથી અને જન્મથી તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત છે તો કોરોના વાઇરસ સામાન્ય રીતે નથી પણ કેટલાક લોકોમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણ જોવા મળે છે. કેટલાક લોકો આ લક્ષણો દેખાતા તેને સામાન્ય ગણીને અવગણે છે. કેટલાક લોકો સંક્રમણની ગંભીરતા અંગેની ચિકિત્સકોના દાવાને અવગણે છે. આ ત્રણ કારણો રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના કારણે છે. જો કે જાણકારોએ કોરોનાના લક્ષણ અંગે જણાવ્યું છે.
આંખોનું લાલ થવું
સામાન્ય રીતે આંખોનું લાલ થવું, સુજી જવું, આંખમાંથી પાણી નિકળવું આ એલર્જીના લક્ષણો માનવામાં આવે છે. આ લક્ષણોને તાવ અથવા શરદી થઇ હોય તે વખતના સામાન્ય સમજીને તેને અવગણવામાં આવે છે પણ જાણકારોનું માનીએ તો માથાના દુખાવા સાથે જો આંખો લાલ થઇ જતી હોય તો કોવિડ-19ના લક્ષણ તરીકે જોઇ શકાય છે. આથી જો આવા લક્ષણ હોય તો તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવવો જરૂરી બની જાય છે.
ભૂલવાની ટેવ
ઘણા વૈજ્ઞાનિક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના વાઇરસ ફક્ત ફેફસા પર જ અસર કરે છે તેવું નથી પણ તે શરીરના કોઇ પણ ભાગને અસર કરી શકે છે. મગજ પર પણ કોરોનાના નકારાત્મક અસરના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમકે પુરતું ધ્યાન ન આપી શકવું, ભુલી જવું, ચિંતા થવી જેવા લક્ષણો હોય તો તે ચિંતાનું કારણ બની શકે છે જાણકારો આ લક્ષણો પર સાવધાન રહેવાનું જણાવે છે.
વધુ વાંચો:શું કોવિડ-19ને કારણે લોકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડરનાં લક્ષણો વિકસે છે?