સોનીપત: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala Murder Case) હત્યા કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ (Delhi Police Special Cell) સેલે તારીખ 4 જુલાઈએ બે શૂટર્સની ધરપકડ કરી હતી. બંને શૂટરો લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર ગેંગના હોવાનું કહેવાય છે. પકડાયેલા બંને શૂટરમાં અંકિત નામનો (Ankit Sirsa Shooter) શૂટર છે. જેની ઉંમર માત્ર 18 વર્ષ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ દરમિયાન અંકિતે (Sidhu Moosewala Accused Ankit) તેની નજીકના બંને હાથ વડે ગોળીબાર કર્યો હતો. પછી તે પોલીસને ચકમો આપીને અંકિત છ જુદા જુદા રાજ્યોમાં જઈને છુપાતો રહ્યો હતો.
આ પણ વાંચોઃ યુવાને કરી આખલાની સવારી, પછી શું થયુ જૂઓ વિડીઓ...
મૂળ હરિયાણાનોઃઅંકિત હરિયાણાના સોનીપત જિલ્લાના સેરસા ગામનો રહેવાસી છે. અંકિત સેરસાનું ઘર માત્ર 18 ગજની જમીન પર બનેલું છે. અંકિત પરિવારનો સૌથી નાનો સભ્ય છે. તેને ચાર મોટી બહેનો અને એક ભાઈ છે. અંકિતના પિતા અને માતા બે સમયની રોટલી માટે આખો દિવસ કામ કરે છે. અંકિતના પિતા અને માતાએ જણાવ્યું કે, અંકિતનું ગામમાં હંમેશા સારું વર્તન રહ્યું છે. ઘરમાં સૌથી નાનો હોવાને કારણે તેને બધા વધારે પડતો લાડ કરતા હતા.
ભણવામાં મન ન હતુંઃ અંકિતના પિતાના જણાવ્યા મુજબ અંકિતને ક્યારેય ભણવાનું મન થતું ન હતું. એકવાર અંકિતના પિતાએ તેને અભ્યાસ માટે લાકડી વડે માર માર્યો હતો. અંકિતના પગમાં લાકડી વાગવાથી ઉંડો ઘા થયો હતો. કોઈક રીતે અંકિત 9મું પાસ થયો, પણ તે 10માં નાપાસ થયો. જે બાદ તેણે ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે કોરોના રોગચાળાને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંકિતે નોકરી ગુમાવી દીધી હતી. નોકરી છોડીને અંકિત તેની માસીના ઘરે ગયો હતો.
આ પણ વાંચોઃ Rain in Olpad : ભારે વરસાદ વરસતા ઓલપાડ જળબંબાકાર, જૂઓ દ્રશ્યો
મોબાઈલ ચોર હતોઃઅંકિતે મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ અંકિત થોડા દિવસો માટે ઝજ્જર જેલમાં આવ્યો હતો. જેલમાં તે એક મોટા ગેંગસ્ટરને મળ્યો. અહીંથી અંકિત સેરસા ગુનાની દુનિયાનો નવો ગેંગસ્ટર બન્યો. ઘર છોડ્યા બાદ અંકિત લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં શૂટર તરીકે જોડાયો હતો. અંકિતના પિતાએ જણાવ્યું કે તેના ગુનાહિત સ્વભાવને જોતા તેને એપ્રિલમાં જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જે બાદ પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી અંકિત ઘર છોડી ગયો હતો.
ગોળી મારી દોઃઅંકિતના પિતાએ કહ્યું કે હવે કાયદો તેને મારી નાખે અથવા ગોળી મારી દે. તેમને કોઈ વાંધો નથી. અંકિતની માતાએ જણાવ્યું કે તે મહેનત કરીને પોતાનું પેટ ભરે છે. આજે અંકિતે એવો દિવસ બતાવી દીધો છે કે આપણે કોઈની સામે મોઢું બતાવવા લાયક નથી. તેની માતાએ જણાવ્યું કે સૌથી નાનો હોવાને કારણે અંકિત તેને ખૂબ જ વહાલો હતો, પરંતુ અંકિતે હવે એવું કામ કર્યું છે કે માતાનું દિલ હવે પથ્થર બની ગયું છે. બધુ માન ગુમાવી દીધું છે. હવે મને ઘરની બહાર નીકળતા પણ શરમ આવે છે.