માણસા: સિદ્ધુ મુસેવાલાની છેલ્લી તસવીર (Last rites of Sidhu Moose Wala) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈને ફેન્સના આંસુ રોકાઈ રહ્યા નથી. મુસા ગામમાં સિદ્ધુ મુસેવાલાના ઘરની બહાર લોકોની ભારે ભીડ ઉમટી છે. બધા સિદ્ધુ મુસેવાલાને છેલ્લી વિદાય આપવા પહોંચ્યા હતા. સિદ્ધુ મુસેવાલાના ચાહકો જેઓ તેમનું અંતિમ દર્શન કરી શક્યા નથી તેઓ હવે આ તસવીર જોઈને ગાયકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આ પણ વાંચો:Gyanvapi Masjid case: જ્ઞાનવાપીમાં હાજર 'શિવલિંગ'નો વીડિયો સામે આવ્યો, દિવાલો પર ત્રિશૂળના નિશાન
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા, જેમની 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેનો પરિવાર (Sidhu Moose Wala family ) મંગળવારે માણસા સિવિલ હોસ્પિટલમાંથી તેના મૃતદેહને ઘરે લઈ ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે તેમના સહિત 420 લોકોની સુરક્ષા કવચમાં ઘટાડો કર્યાના એક દિવસ પછી ગઈકાલે સાંજે પંજાબના માણસા જિલ્લામાં સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા (Sidhu Moose wala Shot Dead) કરવામાં આવી હતી.
આ પણ વાંચો:માઈનસ ડિગ્રીમાં લોકો કઈ રીતે જીવે છે તે જાણવા ETV Bharat પહોંચ્યું લેહ લદ્દાખ
સોમવારે પંજાબ પોલીસે મુસેવાલાની હત્યાના સંબંધમાં દેહરાદૂનના પેલીયોન પોલીસ ચોકી વિસ્તારમાંથી 6 લોકોની અટકાયત કરી હતી, એમ એસટીએફના સૂત્રોએ જણાવ્યું હતું. ઉત્તરાખંડ STF અને પંજાબ STF, દહેરાદૂન પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં, સિમલા બાયપાસ નયા ગાંવ ચોકીને કોર્ડન કરીને સિદ્ધુ મુસેવાલાની હત્યામાં હુમલાખોરોને કથિત રીતે સમર્થન આપનારા 6 લોકોની અટકાયત કરી છે.