ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MP News: અમિત શાહની રેલીથી પરત ફરતી બસનો ટ્રક સાથે અકસ્માત, 14 લોકોના મોત, 50 ઇજાગ્રસ્ત - Mp sidhi road accident

શુક્રવારે મધ્યપ્રદેશના સિધીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. મોહાનિયા ટનલ નજીક એક હાઇ સ્પીડ ટ્રક બસને અડફેટે લેતા 14 લોકોએ પોતાનો જોવ ગુમાવ્યો હતો અને 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મુખ્યપ્રધાન શિવરાજસિંહે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

mp sidhi accident news
mp sidhi accident news

By

Published : Feb 25, 2023, 9:58 AM IST

Updated : Feb 25, 2023, 3:12 PM IST

સીધી: મધ્યપ્રદેશના સિધીમાં બેકાબૂ ટ્રકે બસને અડફેટે લેતા 14 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળેલી માહિતી અનુર બસ ગૃહ પ્રધાન અમિત શાહની રેલીમાં ગઈ હતી, જ્યાંથી પાછા ફરતી વખતે એક હાઇ સ્પીડ ટ્રકે બસને અડફેટે લીધીત હતી. ઘટનાની જાણ થતા અધિકારીઓ અકસ્માતના સ્થળે પહોંચી ગયા હતા.

50 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત:અકસ્માત એટલો ભયંકર હતો કે બસ સ્થળ પર પલટી ખાઈને 3 બસો ટકરાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 50 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા જેમાંથી 5 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. રીવા કમિશનર, આઇજી અને સિધીનો જિલ્લા કલેક્ટર સ્થળ પર ટોચના પોલીસ અધિકારીઓ પર પહોંચ્યા અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

કેવી રીતે થયો અકસ્માત:બસ સિદ્ધિથી ઉપડી હતી અને કેટલાક મુસાફરો સતના જિલ્લામાંથી બસમાં બેઠા હતા. તેઓ સતના જિલ્લામાં યોજયેલ ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. રિવા તરફથી આવતી ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબુ થઇ હતી. બેકાબુ થયેલી ટ્રક બસને અથડાઈ હતી. ટ્રકની ટક્કરમાં એક પછી એક ત્રણ બસો એક બીજા સાથે ટકરાઈ હતી, જેના કારણે ગંભીર માર્ગ અકસ્માત થયો હતો.

આ પણ વાંચોMaharashtra news: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પતિ દેવીસિંહ શેખાવતનું હૃદયરોગના હુમલાથી મોત

હોસ્પિટલ એલર્ટ મોડ પર:ઘટનાની જાણ થતા અધિકારીઓ અકસ્માતના સ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના વિશેની માહિતી પ્રાપ્ત થતાં નજીકના ગામના લોકો પણ સ્થળ પર એકઠા થયા અને રાહત કાર્યમાં મદદ કરી હતી. અધિકારીઓએ ડોકટરો અને સ્ટાફની ટીમને સંજય ગાંધી હોસ્પિટલ અને રીવાની સિધી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તમામ કટોકટી સેવાઓ સાથે તૈયાર કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચોTurkey Syria earthquake update: તુર્કી-સીરિયા ભૂકંપમાં મૃત્યુઆંક 50 હજારને પાર

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત:મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યપ્રધાને ટ્વીટ કર્યું હતું કે, સીધી થયેલી બસ દુર્ઘટનાની માહિતી મળતા અત્યંત દુઃખ થયું છે. ઈશ્વર દિવંગત લોકોની આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. મૃતકોના પરિવારજનોને આ કઠિન સમયે દુઃખ વેઠવાની તાકાત આપે તે માટે પ્રાર્થના કરી છે. આ સિવાય સીએમએ મૃતક લોકોના પરિવારોને 10 લાખ રૂપિયાની રાહતની રકમ તેમજ ગંભીર રીતે ઘાયલ લોકોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને નોકરી આપવાનું વચન આપ્યું છે.

Last Updated : Feb 25, 2023, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details