ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતને ડ્રગ કેસમાં જામીન મળ્યા,પણ કરવું પડશે આ શરતનું પાલન - Bangaluru Drug Party Siddhant Kapoor

બોલિવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂરના સિદ્ધાંત કપૂરની ડ્રગ (Siddhant Kapoor Drug Case) કેસમાં બેંગ્લુરૂ પોલીસે ધરપકડ કરી હતી. જેને હવે જામીન પર મુક્ત (Siddhant Kapoor Free on Bail) કરી દેવામાં આવ્યો છે. પોલીસે (Bangaluru police Drug case) કહ્યું હતું કે, તેમણે ડ્રગ્સનું સેવન કરેલું હતું. પણ એમની પાસેથી કોઈ ડ્રગ નથી મળ્યું. જોકે, આ કેસમાં પોલીસ ચોક્કસ સીસીટીવીની તપાસ કરી રહી છે.

શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતને ડ્રગ કેસમાં જામીન મળ્યા,પણ કરવું પડશે આ શરતનું પાલન
શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતને ડ્રગ કેસમાં જામીન મળ્યા,પણ કરવું પડશે આ શરતનું પાલન

By

Published : Jun 14, 2022, 10:18 PM IST

બેંગ્લુરૂ:બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને સોમવારે ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે સ્ટેશન જામીન (Siddhant Kapoor Free on Bail) પર મુક્ત કરવામાં આવ્યો છે. જ્યારે તેના તબીબી અહેવાલોએ ડ્રગ્સનું સેવન કર્યું હોવાની પુષ્ટિ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ અટકાયત કરાયેલા અન્ય ચાર લોકોને પણ સ્ટેશન જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. સિદ્ધાંત કપૂર અને અન્ય ચારેયને જ્યારે બોલાવવામાં આવે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવું પડશે. એવું ડીસીપી (પૂર્વ બેંગલુરુ) ભીમા શંકર ગુલેડે એ જણાવ્યું હતું. રવિવારે રાત્રે શહેરમાં એક પાર્ટીમાં (Bangaluru Drug Party Siddhant Kapoor) ડ્રગ્સનું સેવન કરવાના આરોપમાં અગાઉ બેંગલુરુ પોલીસે સિધ્ધાંત કપૂરની (Siddhant Kapoor Arrested on Drugs Case) અટકાયત કરી હતી.

આ પણ વાંચો:IPLના TV-ડિજિટલ રાઈટ્સ રૂ.44075 કરોડમાં વેચાયા,જાણો રીલાયન્સને કેટલામાં પડ્યા

પોલીસે કહી આ વાત:બેંગલુરુ સિટી પોલીસના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (પૂર્વ) ભીમાશંકર એસ ગુલેડે જણાવ્યું હતું કે, "સિદ્ધાંત કપૂરના મેડિકલ કેસમાં તેણે ડ્રગ્સનું સેવન કર્યું હતું. અમે તેની ધરપકડ કરી લીધી છે. આ પ્રક્રિયાને અનુસરી રહ્યા છીએ. અમે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલીશું." ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે રવિવારે રાત્રે શહેરના MG રોડ પરની એક હોટલમાં દરોડો પાડ્યો હતો. જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. "ગઈ રાત્રે અમને માહિતી મળી હતી કે એક પાર્ટી ચાલી રહી છે અને તેઓએ ડ્રગ્સનું સેવન કર્યું છે.

આ પણ વાંચો:વિશ્વની સૌથી ઉંચી પોસ્ટઓફિસ, જે બની પ્રવાસીઓના આકર્ષણનુ કેન્દ્ર

દરોડા પાડ્યા:પોલીસે એવું ઉમેર્યું હતું કે, અમે દરોડા પાડ્યા અને 35 લોકોની અટકાયત કરી. અમને તેમના વ્યક્તિ પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું ન હતું પરંતુ નજીકમાં MDMA અને ગાંજાનો નિકાલ કરવામાં આવ્યો હતો. અમે CCTVની તપાસ કરીશું. જેણે તેનો નિકાલ કર્યો," DCP ગુલેદ ઉમેર્યું. ડ્રગ્સનું સેવન કર્યાની શંકાસ્પદ લોકોના નમૂના તબીબી પરીક્ષણો માટે મોકલવામાં આવ્યા હતા અને સિધ્ધાંતના નમૂના પોઝિટિવ આવતા છ લોકોમાં હતા. પોલીસે જણાવ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે તેઓએ હોટેલમાં ડ્રગ્સનું સેવન કર્યું હતું કે બહાર ડ્રગ્સ લીધા પછી પાર્ટીમાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details