- ઉત્તરપ્રદેશમાં કોરોના મહામારીનો કહેર
- શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરી રહેલા લોકોએ પીપળાના વૃક્ષ નીચે લીધો આશરો
- પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે છે
ઉત્તરપ્રદેશ: શાહજહાંપુર જિલ્લામાં આજકાલ પીપળાનું વૃક્ષ ચર્ચામાં છે. કોરોના વાઇરસને કારણે શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરી રહેલા લોકો પીપળાની છત્રછાયા નીચે પોતાના રોગની દવા શોધી રહ્યા છે. આશરે અડધા ડઝન જેવા લોકો પીપળાના વૃક્ષ નીચે સહારો લેતા જોવા મળ્યા છે.
હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન માટે ટળવળતા લોકોએ પીપળાના વૃક્ષનો લીધો સહારો હોસ્પિટલમાં સારવાર ન મળી, તો પ્રકૃતિએ આપ્યો આશરો
શ્વાસની તકલીફનો સામનો કરી રહેલા આ લોકો સાથે આ અંગેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ન મળતા તેમને કોઈએ જણાવ્યું હતું કે પીપળના વૃક્ષ નીચે બેસવાથી ઓક્સિજન મળી રહે છે એથી તેઓ પ્રાણવાયુ મેળવવાની આશામાં ત્યાં સૂઈ રહ્યા છે અને હાલ આરામ અનુભવી રહ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે, પીપળના વૃક્ષમાં થી 24 કલાક ઓક્સિજન મળી રહે છે. આ માન્યતાને કારણે પણ અનેક લોકો હવે માનવસર્જિત રોગચાળાથી મુક્તિ મેળવવા પ્રકૃતિનો સહારો લઇ રહ્યા છે.