- શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી તિથિ
- એકાદશી તિથિ આજે રાત્રે 1:05 વાગ્યા સુધી રહેશે
- પુત્રદા એકાદશીને પવિત્ર એકાદશી તરીકે પણ ઓળખી સકાય છે
આજે શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી તિથિ છે અને બુધવારનો દિવસ છે. એકાદશી તિથિ આજે રાત્રે 1:05 વાગ્યા સુધી રહેશે. પુત્રદા એકાદશી બુધવાર છે. પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. એક પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર અને આજે એટલે કે, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ બંને એકાદશીનું સમાન મહત્વ છે. પુત્રદા એકાદશીને પવિત્ર એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પુત્રદા એકાદશીના દિવસે જે વ્યક્તિ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે અને તેમની પૂજા કરે છે, ત્યારે તેમની સુંદર અને સ્વસ્થ બાળક મેળવવાની ઇચ્છા પૂર્ણ થાય છે.
પુત્રદા એકાદશીનું વ્રત એક વરદાન
જ્યારે આપણે પુત્રદા એકાદશી કહીએ છીએ, ત્યારે તેનો અર્થ માત્ર પુત્ર નથી, પણ તેનો અર્થ બાળક છે. સંતાન પુત્ર અને પુત્રી બની શકે છે. તેથી, જે લોકો બાળકો મેળવવા માંગે છે, અથવા જેઓ પહેલાથી જ બાળકો ધરાવે છે અને જેઓ તેમના બાળક માટે સુવર્ણ ભવિષ્ય ઇચ્છે છે, તેઓ જીવનમાં ઘણી પ્રગતિ ઇચ્છે છે, તે લોકો માટે, પુત્રદા એકાદશીનું વ્રત એક વરદાનથી ઓછું નથી એટલા માટે તમારે આજે પુત્રદા એકાદશી અવશ્ય કરવી જોઇએ.
આ પણ વાંચો:યોગીની એકદશી વ્રત 2021, જાણો વ્રતનું મહત્વ
એકાદશી વ્રત વિશે જાણો...
આ એકાદશી વ્રત વિશે યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણને જણાવ્યું કે, દ્વાપર યુગમાં મહિષ્મતીપુરીનો રાજા મહીજીત પુત્ર વિહીન હતો. રાજાના શુભચિંતકોએ આ વાત માહમુનિ લોમેશને જણાવી તો તેમણે જણાવ્યું કે, રાજન પૂર્વ જન્મમાં એક વૈશ્ય હતાં. આ એકાદશીના દિવસે બપોરના સમયે તેઓ એક જળાશય પર પહોંચ્યાં. ત્યાં ગરમીથી પીડિત એક ગાયને પાણી પીતી જોઇે તેમણે તેને રોકી દીધી અને સ્વયં પાણી પીવા લાગ્યાં. તે એક પાપના કારણે આજે તેઓ સંતાન વિહીન છે. મહામુનિએ જણાવ્યું કે, રાજાના શુભચિંતક જો શ્રાવણ સુદ પક્ષની એકાદશી તિથિએ વિધિ પૂર્વક વ્રત કરે અને તેનું પુણ્ય રાજાને આપે તો નિશ્ચિત જ તેમને સંતાનની પ્રાપ્તિ થશે. મુનિના નિર્દેશાનુસાર રાજા સાથે-સાથે પ્રજાએ પણ આ વ્રત રાખ્યું. થોડાં સમય બાદ રાણીએ પુત્રને જન્મ આપ્યો.
પુત્રદા એકાદશીના દિવસે વિશેષ ઉપાય કરવા