- CRPFના બનાવટી આઈડી કાર્ડનો ઉપયોગ કરનારા 2 શખ્સોની ધરપકડ
- બાડમેર પોલીસે આઈડી કાર્ડ અને એક વાહન પણ કબજે કર્યું
- બંન્ને શખ્સો ગુજરાતના બનાસકાંઠા
- સૈન્યની બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી
બાડમેરઃ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરીને 2 CRPFના બનાવટી આઈડી કાર્ડનો ઉપયોગ કરનારા બે શંકાસ્પદ યુવાનોની ધરપકડ કરી છે. સૈન્યની બાતમી બાદ પોલીસે નાકાબંધી બાદ યુવકની ધરપકડ કરી હતી. બંને યુવકો ગુજરાતના છે અને પોલીસે CRPFની બનાવટી આઈડી કાર્ડ અને એક વાહન પણ કબજે કર્યું છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બંન્ને શખ્સ ગુજરાતના હોવાનું જણાયુ
બાડમેર સદર પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે નાકાબંધી દરમિયાન ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે શંકાસ્પદ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. બાડમેર અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ બ્લોક પર સીઆરપીએફના બનાવટી આઈડી કાર્ડ દ્વારા ગુંડાગીરી બતાવી ટોલ ટેક્સ ન ભરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સેનાની ગુપ્તચર એજન્સીની ટીમે બંનેની ગતિવિધિઓ અંગે શંકા વ્યક્ત કરી હતી, ત્યારબાદ તેઓએ બાડમેર પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે નાકાબંધી દ્વારા બંને યુવકોને ધરપકડ કરી હતી.