ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓક્ટોબરમાં ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી મોટું જોખમ છે, શું શાળાઓ શરુ થવી જોઇએ? - Should Schools Reopen? Covid third wave to peak in Oct, target kids

ચિંતાજનક બાબત એ છે કે એનઆઈડીએમ નિષ્ણાતોના જૂથે ચેતવણી આપી છે કે 'મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થાય તો જરૂર પડે ત્યાં ડોક્ટરો, સ્ટાફ, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ વગેરે સહિતની બાળકો માટે આરોગ્ય સુવિધાઓનો અભાવ છે. 'ત્રીજી લહેરની તૈયારી: બાળકોને જોખમ અને પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ' પર વિગતવાર અભ્યાસ તાત્કાલિક પગલાંની માગ કરે છે જે માટે કેન્દ્રને યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂર છે.

ઓક્ટોબરમાં ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી મોટું જોખમ છે, શું શાળાઓ શરુ થવી જોઇએ?
ઓક્ટોબરમાં ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી મોટું જોખમ છે, શું શાળાઓ શરુ થવી જોઇએ?

By

Published : Aug 23, 2021, 12:54 PM IST

  • કોવિડની ત્રીજી લહેરની સંભાવનાઓ અને અસરો વિશે અહેવાલ
  • 'ત્રીજી લહેરની તૈયારી: બાળકોને જોખમ અને પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ'માં સૂચનો
  • કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂર દર્શાવાઈ

હૈદરાબાદ:નજીક આવી રહેલી કોવિડની ત્રીજી લહેર બે મહિનાના ગાળામાં - ઓક્ટોબર સુધીમાં વધી શકે છે - જે બાળકો તેમજ પુખ્ત વયના લોકોને અસર કરી શકે છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM) ના નિષ્ણાતોની સમિતિએ આ ચેતવણી આપી છે. ચિંતાજનક બાબત એ છે કે નિષ્ણાતોના જૂથે એ પણ ચેતવણી આપી છે કે "બાળકોની સુવિધાઓ - ડોકટરો, સ્ટાફ, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ વગેરે જેવા સાધનો ક્યાંય નજીક નથી જેની મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થાય ત્યારે જરૂર પડશે."

આ સમિતિએ ગૃહ મંત્રાલયના નિર્દેશો પીએમઓને સુપરત કરેલા અહેવાલમાં સુપરત કર્યા હતાં, જેમાં કોમોર્બિડિટીઝ ધરાવતા બાળકો અને વિકલાંગ બાળકોનું રસીકરણ વધારવાની હાકલ કરવામાં આવી હતી.

એક વિગતવાર અભ્યાસ 'થર્ડ વેવ પ્રિપેરેડનેસ: બાળકોને જોખમ અને પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ''માં તાત્કાલિક પગલાંની હાકલ કરવામાં આવી છે જેમાં કેન્દ્રને યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂર છે. તેમાં ચેતવણી છે કે કોવિડની ત્રીજી લહેર અનિવાર્ય છે અને તે વય-જૂથોને પાર કરી શકે છે અને પુખ્ત વયના લોકોને સમાનપણે જોખમમાં મૂકી શકે છે. જ્યારે કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે 12-16 અઠવાડિયામાં ત્રીજી લહેર આવી શકે છે. અન્ય લોકો નવા પરિવર્તનથી ચિંતિત છે જે હાલની રસીઓને નબળી સાબિત કરી શકેે છે.

બાળકોનું રસીકરણ

સરકારે 27 જૂન 2021 ના ​​રોજ સૂચવ્યું છે કે બાળકો (12-18 વર્ષ) માટે COVID રસીકરણ જુલાઈ અથવા ઓગસ્ટમાં શરૂ થઈ શકે છે. નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) ના ચેરમેન ડો.એન.કે.અરોરાના જણાવ્યા મુજબ, ઝાયડસ-કેડિલા માટે ટ્રાયલ લગભગ પૂર્ણ થઇ ગઇ છે અને સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી બાદ 12-18 વર્ષના બાળકો માટે વિતરણ ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે.

ડોક્ટર રણદીપ ગુલેરિયા (ડિરેક્ટર, એમ્સ) ના જણાવ્યા મુજબ, ભારત બાયોટેકની કોવાક્સિન સપ્ટેમ્બરની આસપાસ ભારતમાં બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે જ્યારે 2-18 વર્ષના વય જૂથ માટે બીજા અને ત્રીજા તબક્કાના ડેટાની અપેક્ષા છે.જો અને જ્યારે ફાઇઝર રસીની (વિશ્વભરમાં બાળકોને આપવામાં આવતી એકમાત્ર કોવિડ રસી) ભારતમાં મંજૂરી મળે તો તે પણ બાળકોને રસી આપવા માટે એક સક્ષમ વિકલ્પ બની શકે છે. આ રોગચાળા સામેની લડાઈમાં બાળકોને રસી આપવી એ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે અને બાળકો ફરી ભણવાનું શરૂ કરી શકે છે અને શાળામાં પાછા જવાની અપેક્ષા રાખી શકાય છે.

40 નિષ્ણાતોના 'રોઇટર્સ' ઓપિનિયન સર્વે: ઓક્ટોબર 2021 સુધીમાં આગમન એવી આગાહી કરી છે કે કોવિડ -19 રોગચાળાની ત્રીજી લહેર 15 જુલાઇથી 13 ઓક્ટોબર, 2021 દરમિયાન ભારતમાં આવે તેવી શક્યતા છે. 10 સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહ દરમિયાન પિક અપેક્ષિત છે.

નિષ્ણાત વાઈરોલોજિસ્ટ પ્રોફેસર શાહીદ જમીલના જણાવ્યા મુજબ ત્રીજી લહેર દેશમાં ક્યારે આવી શકેે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. આપણે કેવી રીતે કોવિડ યોગ્ય વર્તણૂંકને અનુસરીએ છીએ, કેટલી સારી સિંગલ-ડોઝ રસી કવરેજ આપી શકીએ છીએ અને ચાલક પરિબળ તરીકે કેવો વધુ ચેપી વેરિએન્ટ ઉભરી આવે છે તેના પર બધું નિર્ભર રહેશે."

ત્રીજી લહેર અને શાળાઓ પુનઃ શરુ

પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા ઘણાં રાજ્યોમાં શાળાઓ ફરી ખોલવાની અને અન્ય ઘણા લોકો આવું કરવાની યોજના બનાવી રહ્યાં છે. (ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ), રસી વિનાના બાળકોની ત્રીજી લહેરનો ખતરો ફરી દેશભરમાં વિવાદનો મુદ્દો બની ગયો છે. તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે શાળાઓ માટે માર્ગદર્શિકા સાથે ઓફલાઇન હાજરી વૈકલ્પિક અને લવચીક રાખવામાં આવી છે, એમ અહેવાલમાં જણાવાયું છે. ડબ્લ્યુએચઓ મુજબ, આ નિર્ણય ડેટા અને સલામતીનાં પગલાંને અનુલક્ષી થવો જોઈએ અને વિદ્યાર્થીઓ, વાલીઓ, સંભાળ રાખનારાઓ અને શિક્ષકોની ચિંતાઓને દૂર કરવી જોઈએ.

ડો. રણદીપ ગુલેરિયાએ પ્રાથમિક શાળાઓના શારીરિક વર્ગો ફરી શરૂ કરવાની હિમાયત કરી હતી જો કે તેમાં સામેલ તમામ પુખ્ત વયના લોકોને સંપૂર્ણ રસી કવરેજ હોય તે જરુરી છે. તેમણે ચેતવણી પણ આપી: "બાળકોને મોટે ભાગે હળવું સંક્રમણ હોય છે અને કેટલાક તો એસિમ્પટમેટિક હોય છે, તેમ છતાં, તેઓ કોવિડ વાહક હોઈ શકે છે, જે સમાજના તબીબી રીતે નિર્બળ એવા વર્ગ માટે જોખમી છે."

આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકીય યાત્રાઓની મોસમ, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપશે ?

આ પણ વાંચોઃ કર્ણાટકમાં શરૂ થઇ ત્રીજી લહેર! 5 દિવસમાં 242 બાળકો સંક્રમિત

ABOUT THE AUTHOR

...view details