ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ, 5 લાખ 51 હજાર દીવાઓથી ઝગમગશે ભગવાન રામની નગરી

અયોધ્યામાં શુક્રવારે ભવ્ય અને દિવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. આજે અયોધ્યામાં 5 લાખ 51 હજાર દીપ પ્રગટ કરવામાં આવશે. આ સાથે જ વિશ્વ રેકોર્ડને અયોધ્યા ફરીથી તોડશે. અદ્ભુત સરયૂ આરતીનું આયોજન થશે. અયોધ્યાની જનતા આ આયોજનને લઇ ખૂબ જ ઉત્સાહિત છે. જેમાં સામેલ થવા માટે દેશભરના લોકો આવે છે. ભવ્ય દીપોત્સવની તૈયારીમાં અયોધ્યા નગરીને દુલ્હનની જ જેમ સજાવવામાં આવી છે.

અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ
અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ

By

Published : Nov 13, 2020, 8:52 AM IST

  • અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ
  • 5 લાખ 51 હજાર દીવાઓથી ઝગમગશે ભગવાન રામની નગરી
  • મુખ્ય પ્રધાન યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સામેલ થશે

લખનઉઃ કોરોના મહામારીને ધ્યાને રાખીને સરકારે આ આયોજનમાં સામેલ થવા માટે લોકોને સીમિત સંખ્યામાં પહોંચવા અપીલ કરી હતી, પરંતુ શ્રદ્ધાળુઓની ભાવનાઓને રોકવી મુશ્કેલ જણાઇ રહી છે.

દીપોત્સવનો સમગ્ર કાર્યક્રમ

  • શુક્રવારે સવારે 10 કલાકે સાકેત મહાવિદ્યાલયથી ભગવાન રામના જીવન પર આધારિત અગિયાર રથોને એક સાથે નીકાળવામાં આવશે. આ રથો પર ભગવાન રામના જીવન પર આધારિત અલગ-અલગ પ્રદર્શની લગાવવામાં આવશે. પ્રદર્શની સાકેત મહાવિદ્યાલયથી નવા ઘાટ રામ કી પૈડી સુધી જશે.
    અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ
  • બપોરે 3 કલાકે મુખ્ય પ્રધાન યોગી અયોધ્યા પહોંચશે. 3'ને 10 મીનિટે તે રામ જન્મભૂમિ સ્થળ પર પહોંચશે અને રામ લલ્લાના દર્શન કરીને દીપ પ્રજવ્લતિ કરશે. જન્મભૂમિ સ્થળ પર પણ 11 હજાર દીપ પ્રગટ કરવામાં આવશે. જે બાદ સીએમ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ રામ કથા પાર્કમાં પહોંચશે.
    અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ
  • સાંજે 4 કલાકે રામ, સીતા અને લક્ષ્મણ, હનુમાનને હેલિકોપ્ટરથી રામ કથા પાર્કમાં ઉતારવામાં આવશે, જ્યાં રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન તેનું સ્વાગત અને માલ્યાર્પણ કરશે.
  • જે બાદ 5 કલાકે કથા પાર્કમાં સ્થિત મંચ પર સીએમ અને રાજ્યપાલ ભગવાન રામ-સીતા અને લક્ષ્મણ સહિત હનુમાનને લાવશે, જ્યાં ભરત મિલાપ અને રાજગદ્દીનો કાર્યક્રમ હશે અને આરતી ઉતારવામાં આવશે. જે બાદ 5.30 કલાકે સીએમ યોગીનું સંબોધન પણ હશે.
  • આ ઉપરાંત રામ કથા પાર્કમાં 6 કલાકે સીએમ યોગી સરયૂ ઘાટ પર પહોંચશે, જ્યાં સરયૂ આરતીમાં સામેલ થશે અને 6:15 કલાકે દીપોત્સવનો શુભારંભ થશે. જે બાદ સીએમ અને રાજ્યપાલ પરત રામ કથા પાર્કમાં આવશે અને કાર્યક્રમને જોશે અને રાત્રી વિશ્રામ અયોધ્યામાં જ કરશે.

ABOUT THE AUTHOR

...view details