ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ - jammu kashmir today news

પોલીસ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્યારે આ ગોળીબારમાં સેનાના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મૃત્યું પામેલા આતંકવાદી પાસેથી અમેરિકન હથિયારો એમ-4 કાર્બાઇન રાઇફલ્સ અને સ્ટીલની ગોળીઓ મળી આવી છે.

jammu
jammu

By

Published : Mar 28, 2021, 8:34 AM IST

Updated : Mar 28, 2021, 8:56 AM IST

  • શોપિયાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીને કર્યા ઠાર
  • આતંકવાદીઓએ ગોળીબાર કર્યો ત્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી
  • એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં શનિવારે સુરક્ષા જવાનો દ્વારા એન્કાઉન્ટર દરમિયાન બે આતંકી ઠાર થયા છે. આ એન્કાઉન્ટર શોપિયાંના વંગમ વિસ્તારમાં ચાલી રહ્યું છે. માહિતી મુજબ, પોલીસ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ ગોળીબારમાં સેનાના ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ ઈજાગ્રસ્ત સૈનિકોમાંથી એક હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ શહીદ થયો હતો. શહીદ જવાનની ઓળખ પિંકુ કુમાર તરીકેની થઈ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે, ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયો છે પરંતુ તેની ઓળખ મળી શકી નથી.

એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ અને સુરક્ષા દળો દ્વારા કોર્ડનને શરૂ કર્યા પછી તેની તપાસ કરતાં આ વિસ્તારમાં ગોળીબાર શરૂ થયો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ ગોળીબારમાં અત્યાર સુધીમાં એક આતંકવાદીને ઠાર કરાયો છે. જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો છે. તો બે સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, 1 જવાન ઈજાગ્રસ્ત

શોપિયા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને કર્યા ઠાર

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 22 માર્ચના રોજ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળો દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ શોપિયાં એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે આતંકીઓનો ઘેરાવો કર્યો

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રવિવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ મનિહિલ બાતાપુરા ઇમામ સાહિબ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં જ સેનાની 34 રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPFની 178 મી બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારનો ઘેરાવો કર્યો હતો.

Last Updated : Mar 28, 2021, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details