ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Shopian encounter: લશ્કર-એ-તૈયબાના આતંકવાદીએ AK-56 રાઈફલ સાથે કર્યું આત્મસમર્પણ - શોપિયન એન્કાઉન્ટર આતંકવાદી

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના આતંકવાદીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે એન્કાઉન્ટર (Encounter) બાદ પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરી દીધો હતો. આતંકવાદીઓની વિશેષ જાણકારીના આધાર પર તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના બીજા આતંકવાદીએ એન્કાઉન્ટર દરમિયાન એકે-56 રાઈફલ (AK-56 rifle)ની સાથે આત્મસમર્પણ કર્યું છે.

Shopian encounter: લશ્કર-એ-તૈયબાના આતંકવાદીએ AK-56 રાઈફલ સાથે કર્યું આત્મસમર્પણ
Shopian encounter: લશ્કર-એ-તૈયબાના આતંકવાદીએ AK-56 રાઈફલ સાથે કર્યું આત્મસમર્પણ

By

Published : Jun 26, 2021, 9:40 AM IST

  • લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના આતંકવાદીએ કર્યું આત્મસમર્પણ (Surrender)
  • આતંકવાદીએ એકે-56 રાઈફલ (AK-56 rifle) સાથે કર્યું આત્મસમર્પણ (Surrender)
  • કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે થયું હતું એન્કાઉન્ટર (Encounter)

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીર (South Kashmir)ના શોપિયા જિલ્લાના હાંજીપોરા વિસ્તાર (Hanjipora localities)માં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે એન્કાઉન્ટર (Encounter between terrorists and security forces) દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો હતો (a terrorist was killed). જ્યારે અન્ય એક આતંકવાદીએ એક-56 રાઈફલ (Terrorist surrenders with AK56 rifle) સાથે આત્મસમર્પણ કર્યું હતું.

આ પણ વાંચોઃશ્રીનગર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો, સર્ચ ઓપરેશન ચાલુ

પોલીસનું તપાસ અભિયાન ચાલુ છે

પોલીસે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના બીજા આતંકવાદીએ એન્કાઉન્ટર દરમિયાન એકે-56 રાઈફલ સાથે આત્મસમર્પણ કર્યું હતું. આ સાથે જ પોલીસનું તપાસ અભિયાન ચાલુ જ છે.

આ પણ વાંચોઃSopore Encounterમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી મુદાસિર પંડિત સહિત ત્રણ ઠાર

પોલીસે સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો

લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ સાથે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો હતો. આતંકવાદીઓની તપાસ માટે તપાસ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. જ્યારે સુરક્ષા બળના જવાનો તે જગ્યાએ પહોંચ્યો, જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. તે સમયે આતંકવાદીઓએ એન્કાઉન્ટર શરૂ કરી દીધું હતું.

ABOUT THE AUTHOR

...view details