ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈકમિશન કચેરીની સામે કોન્સ્ટેબલે મહિલાને ગોળી મારી પછી પોતાની જાતને... - કોલકાતા આત્મહત્યા કેસ

પશ્ચિમ બંગાળના મહાનગર કોલકાતામાં બાંગ્લાદેશના ડે.હાઈકમિશનમાં (Bangladesh Deputy High Commission) ડ્યૂટી કરતા એક કોન્સ્ટેબલે એક મહિલાની હત્યા કરી નાંખી છે. મહિલા પર ફાયરિંગ કરીને એનો જીવ લીધો હતો.આ ઘટનાને અંજામ આપ્યા બાદ કોન્સ્ટેબલે પણ આત્મહત્યા (shot himself dead) કરી લીધી હતી.

બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈકમિશન કચેરીની સામે કોન્સ્ટેબલે મહિલાને ગોળી મારી પછી પોતાની જાતને...
બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈકમિશન કચેરીની સામે કોન્સ્ટેબલે મહિલાને ગોળી મારી પછી પોતાની જાતને...

By

Published : Jun 10, 2022, 7:43 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતાના પાર્ક સર્કસ વિસ્તારમાં આવેલી બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશનની કચેરી સામે (Bangladesh Deputy High Commission) મહિલાની હત્યાનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં (Murder with Suicide Case) ત્યાં કચેરીમાં ડ્યૂટી કરતા એક કોન્સ્ટેબલે (Kolkata police Constable) શુક્રવારે ફાયરિંગ કરીને એક મહિલાની હત્યા કરી નાંખી હતી. આ ફાયરિંગ કરતા પહેલા કોન્સ્ટેબલે પહેલા હવામાં ગોળીબાર (Firing from Service Revolver) કર્યો હતો. ફાયરિંગ દરમિયાન ગોળી વાગતા એક મહિલાનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:સેવાભાવી પત્નીએ પ્રેમીને પામવા પતિની હત્યા કરી પુરાવા કર્યા સાફ

શું કહે છે પોલીસ અધિકારી: એક પોલીસ અધિકારીને જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરની આ ઘટના છે. જેમાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈકમિશનમાં ડ્યૂટી કરતા કોનસ્ટેબલે પોતાની જ રાયફલથી ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં ટુ વ્હિલર પર પાછળ બેઠેલી એક મહિલાને ગોળઈ વાગી હતી. ગોળી વાગતા મહિલા વાહનમાંથી પડી ગઈ હતી. આ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપડ્યું છે. જેથી આ કેસ મર્ડરમાં પલટાયો છે. ફાયરિંગ થતા જ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો કંઈ સમજે એ પહેલા તો આરોપી કોન્સ્ટેબલે પોતાના લમણે ગન રાખીને જાતને ઉડાવી દીધી.

આ પણ વાંચો:બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવનારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ

તપાસ ચાલું: આ ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, આ સમગ્ર ઘટના પાંચ મિનિટ સુધી ચાલી હતી. કોલકાતાનો પોલીસ કોન્સ્ટેબલ સી લેપચા છેલ્લા ઘણા સમયથી રજા પ હતો. શુક્રવારે તેણે ડ્યૂટી ફરીથી જોઈન કરી હતી. ઘટનાના થોડા સમય બાદ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડાયો હતો. પોલીસકર્મચારીએ આવું શા માટે કર્યું એ અંગે તપાસ ચાલું છે.

ABOUT THE AUTHOR

...view details