ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Shocking Elephant Video: ટ્રેનની ટક્કરથી બચ્યો હાથી, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો - મૈગ્ના હાથી

થોડા સમય પહેલા તમિલનાડુના કોઈમ્બતુરમાં મૈગ્ના હાથીનો કિસ્સો સામે આવ્યો હતો, જે રસ્તાઓ પર ફરતો હતો. બાદમાં વન વિભાગે તેને પકડીને જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો. પરંતુ તે ફરી એકવાર કોઈમ્બતુરમાં પાકને નુકસાન કરતો જોવા મળ્યો હતો. જ્યારે વન વિભાગે તેને ભગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ટ્રેનના પાટા પર ચઢી ગયો હતો. જો કે તે ટ્રેનની ટક્કરથી બચી ગયો હતો.

વન વિભાગની કાર્યવાહીને કારણે હાથીનો જીવ બચી ગયો
વન વિભાગની કાર્યવાહીને કારણે હાથીનો જીવ બચી ગયો

By

Published : Mar 1, 2023, 7:45 PM IST

માંડ માંડ ટ્રેનની ટક્કરથી બચ્યો હાથી

કોઈમ્બતુર:તમિલનાડુના કોઈમ્બતુરમાં કૃષિ પાકને નુકસાન પહોંચાડવાના આરોપમાં ધર્મપુરી વિસ્તારમાં પકડાયેલો મૈગ્ના હાથીને અન્નામલાઈ ટાઈગર રિઝર્વના તાપસીલીપ જંગલ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ છોડવામાં આવ્યો હતો. આ પછી 6ઠ્ઠી તારીખે તે મૈગ્ના હાથી જંગલમાંથી નીકળી ગયો, ત્યાંથી નીચે આવ્યો અને ચેતુમદળ સહિતના વિસ્તારમાં ફરતો રહ્યો. પેરુર વિસ્તારમાં ગયેલા મૈગ્ના હાથીને એનેસ્થેસિયાના ઈન્જેક્શન દ્વારા સ્થિર કરવામાં આવ્યો હતો.

ટ્રેનની ટક્કરથી બચ્યો હાથી: થોડા સમય પછી તેઓ ફરીથી હાથીને વાલપરાઈની બાજુમાં મનમપલ્લી મંત્રી મટ્ટમ નામના જંગલ વિસ્તારમાં લઈ ગયા. હવે તાજેતરના કિસ્સામાં આ હાથી કોઈમ્બતુર પાછો આવ્યો અને તે દરમિયાન તે મધુકરાઈ નજીક અચાનક તે ટ્રેનના પાટા પર જતો ગયો. આ દરમિયાન કેરળ જઈ રહેલી હાઈસ્પીડ એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી. પરંતુ ત્યાં મધુકરાય વન વિભાગે ઝડપી કાર્યવાહી કરી અને ફટાકડાના અવાજ સાથે સેકન્ડોમાં જ હાથીને પાટા પરથી હટાવી દીધો અને ટ્રેન પસાઈ જતાં તેનો જીવ બચી ગયો.

આ પણ વાંચો:Elephant celebrating 45th birthday: હાથીએ મનાવ્યો તેનો 45મો જન્મદિવસ, જાણો કેવી રીતેે

હાથીનો વીડિયો વાયરલ: વન વિભાગની કાર્યવાહીને કારણે હાથીનો જીવ બચી ગયો. સમગ્ર ઘટનાનો એક વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે. તે દ્રશ્યમાં વન વિભાગ પાટા પર ઉભેલા મૈગ્ના હાથીને બીજી તરફ ભગાડવાનો પૂરો પ્રયાસ કરતો જોવા મળે છે અને ટ્રેન આવતા જ હાથી પાટા પરથી નીચે કૂદી પડતો અને જીવ બચાવીને ભાગી જતો હોવાનું દ્રશ્ય જોવા મળે છે. ફિલ્મી દ્રશ્ય જેવું લાગે છે. જો કે હવે વન વિભાગ ફરીથી તે હાથીને પકડવા પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો:Chennai Smuggled Animals: દુર્લભ પ્રાણીઓની ગેરકાયદેસર તસ્કરી કરનાર મુસાફરની ધરપકડ

પાકને નુકસાન કરતાં ભગાડાયો હતો: થોડા સમય પહેલા તમિલનાડુના કોઈમ્બતુરમાં મૈગ્ના હાથીનો કિસ્સો સામે આવ્યો હતો, જે રસ્તાઓ પર ફરતો હતો. બાદમાં વન વિભાગે તેને પકડીને જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો, પરંતુ તે ફરી એકવાર કોઈમ્બતુરમાં પાકને નુકસાન કરતો જોવા મળ્યો હતો. જ્યારે વન વિભાગે તેને ભગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ટ્રેનના પાટા પર ચઢી ગયો હતો. જો કે તે ટ્રેનની ટક્કરથી બચી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details