નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઉપરાંત અનેક ધારાસભ્યોની અયોગ્યતા સંબંધિત અરજી પર વિલંબ મુદ્દે વિધાનસભા અધ્યક્ષને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર મહારાષ્ટ્રના અધ્યક્ષ ન કરી શકે.
SC on Maharshtra Speaker: મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરી શકે નહીં- સીજેઆઈ - ધારાસભ્યોની યોગ્યતા
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત અનેક ધારાસભ્યોની અયોગ્યતા સંબંધિત અરજી પર વિલંબ મુદ્દે વિધાનસભા અધ્યક્ષને ઠપકો આપ્યો છે. વિધાનસભા અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરી શકે નહીં. વાંચો સમગ્ર ઘટનાક્રમ
Published : Oct 13, 2023, 4:27 PM IST
વિલંબને લીધે નુકસાનઃ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે કોઈ મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને સલાહ આપે કે તે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર ન કરી શકે. સમયસીમા બાબતે સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી જવાબ માંગ્યો હતો. સીજેઆઈએ કહ્યું કે અયોગ્યતાની અરજી પર ચુકાદો આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા કરવો પડશે, નહિતર સમગ્ર કેસ પ્રક્રિયા નિરર્થક થઈ જશે. જેમાં અરજીકર્તા, અદાલત, વકીલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તેમજ અન્ય ધારાસભ્યોના સમય અને શક્તિનો વેડફાટ થશે. માત્ર વિલંબને લીધે સમગ્ર પ્રક્રિયા નિરર્થક થઈ જાય તે ચલાવી લેવાય નહીં.
આગામી સુનાવણીના સંકેતઃ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો સુપ્રીમ કોર્ટ વિધાનસભા અધ્યક્ષની સમયસીમાથી સંતુષ્ટ નહીં થાય તો તે બે મહિનાની અંદર ચુકાદો આપવાનો નિર્દેશ આપશે. ભારતના બંધારણ વિરુદ્ધ ચુકાદો થાય તો આ અદાલતની વ્યવસ્થાને માનવી પડશે. બેન્ચે આ મુદ્દે સોમવારે કે મંગળવારે સુનાવણીના સંકેત આપ્યા છે. સુપ્રીમ કોર્ટે 18મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને મુખ્ય પ્રધાન શિંદે તેમજ અન્ય ધારાસભ્યોની યોગ્યતા પર સવાલ કરતી અરજીઓ પર ફેંસલો લેવા માટે સમયસીમા જણાવવા નિર્દેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના વલણ પરથી રાજકીય ગલીઓમાં આ મુદ્દે વહેલી સુનાવણી થઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને સુપ્રીમ કોર્ટની ડાટ પડવાને લીધે મુખ્ય પ્રધાન અને ધારાસભ્યોમાં આ મુદ્દે વહેલી સુનાવણી યોજાશે તેવો મત પ્રવર્તે છે.