ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સચિન વાઝેને ફરજ પર પરત લેવા શિવસેનાએ મારી ઉપર દબાણ કર્યું હતુંઃ દેવેન્દ્ર ફડણવીસ - ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા ત્યારે વર્ષ 2018માં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેને ફરી સેવામાં પરત લેવા કહ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, શિવસેનાએ આ અંગે તેમની ઉપર દબાણ કર્યું હતું.

સચિન વાઝેને ફરજ પર પરત લેવા શિવસેનાએ મારી ઉપર દબાણ કર્યું હતુંઃ દેવેન્દ્ર ફડણવીસ
સચિન વાઝેને ફરજ પર પરત લેવા શિવસેનાએ મારી ઉપર દબાણ કર્યું હતુંઃ દેવેન્દ્ર ફડણવીસ

By

Published : Mar 18, 2021, 11:54 AM IST

  • મુંબઈમાં એન્ટિલિયા કેસ અંગે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન
  • એન્ટિલિયા કેસમાં પોલીસ અધિકારી સચિન વાઝેનું નામ સામે આવ્યું
  • સચિન વાઝેના માથે શિવસેનાનો હાથઃ દેવેન્દ્ર ફડણવીસ

આ પણ વાંચોઃસંજય રાઉતનું નિવેદન: કેન્દ્રિય તપાસ એજન્સીઓને મોકલીને કેન્દ્ર સરકાર મુંબઈ પોલીસનું મનોબળ તોડી રહી છે

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા ત્યારે વર્ષ 2018માં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેને ફરી સેવામાં પરત લેવા કહ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, શિવસેનાએ આ અંગે તેમની ઉપર દબાણ કર્યું હતું.

આ પણ વાંચોઃએન્ટિલિયા કેસ: NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન, થઈ શકે છે મહત્વપૂર્ણ ખુલાસા

ભાજપના નેતા ફડણવીસે કહ્યું હતું કે, વર્ષ 2018માં જ્યારે હું મુખ્યપ્રધાન હતો ત્યારે ગૃહ વિભાગ પણ મારી પાસે હતો. શિવસેના અધ્યક્ષે તે સમયે મને કહ્યું હતું કે, સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેને ફરજ પર ફરી પરત લેવામાં આવે. તેમની સાથે સાથે અન્ય શિવસેનાના નેતાઓએ પણ મને આ બાબતે અનુરોધ કર્યો હતો. શિવસેનાએ આ અંગે મારી પર દબાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા માટે સચિન વાઝેને મહારાષ્ટ્ર લાવ્યા હતા, પરંતુ વાઝે પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા.

NIAની તપાસ દરમિયાન સચિન વાઝેનું નામ બહાર આવ્યું

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા પાસે 25 ફેબ્રુઆરીએ જિલેટિન ભરેલી એક SUV કાર મળી હતી, જેની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરી રહી છે. આ તપાસ દરમિયાન સચિન વાઝે ચર્ચામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details