ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરનારને શિવસૈનિકોએ માર માર્યો - Shiv Sainiks beat up a man for posting against Uddhav Thackeray

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ(Offensive post against Uddhav Thackeray) કરનાર વ્યક્તિને શિવસૈનિકોએ માર માર્યો હતો. માફી માંગ્યા બાદ શિવસૈનિકોએ તેને પોલીસને હવાલે કર્યો હતો. ઘટના મહારાષ્ટ્રના જલગાંવની છે.

સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરનારને શિવસૈનિકોએ માર માર્યો
સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરનારને શિવસૈનિકોએ માર માર્યો

By

Published : Mar 28, 2022, 8:43 PM IST

જલગાંવ મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરવા બદલ (Offensive post against Uddhav Thackeray) શિવસૈનિકોએ એક વ્યક્તિને માર માર્યો (Shiv Sainiks beat up a man for posting against Uddhav Thackeray) હતો. આ ઘટના જલગાંવના સેન્ટ્રલ મોલ વિસ્તાર પાસે બની હતી.

આ પણ વાંચો:શિવસેનાએ હિન્દુ હ્રદય સમ્રાટ ઠાકરેને બદલે બાલાસાહેબ ઠાકરેનો સ્વીકાર કર્યોઃ ફડણવીસ

શિવસૈનિકોએ માર માર્યો: એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરનારા ધારસરગાંવના રહેવાસી હેમંત દુધિયા રવિવારે શહેરના INOX થિયેટરમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા ગયા હતા. ફિલ્મ પૂરી થયા બાદ જ્યારે તે બહાર આવ્યો, ત્યારે શિવસૈનિકોએ તેના પર નજર રાખી અને તેની પાસે પહોંચ્યા હતા. આ પછી શિવસૈનિકોએ તેને માર માર્યો હતો. આ દરમિયાન હેમંતે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ માટે શિવસૈનિકોની માફી માંગ્યા બાદ શિવસૈનિકોએ તેને પોલીસને હવાલે કર્યો હતો.

આ પણ વાંચો:"યે કુછ નહી, ઈસ સે ભી બૂરા હુઆ હૈ": ધ કાશ્મીર ફાઇલ્સ પર કાશ્મીરી પંડિતોના મંતવ્યો

માર મારવામાં આવશે: આ પ્રસંગે શિવસેનાના જિલ્લા પ્રમુખ ગુલાબરાવ વાળાએ કહ્યું કે, જે કોઈ પણ મુખ્યપ્રધાન વિશે વાંધાજનક પોસ્ટ કરશે તેને માર મારવામાં આવશે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details