- પંજાબના મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની બહાર વિરોધ
- શિરોમણિ અકાલી દળના નેતાઓ કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન
- પક્ષના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલની ધરપકડ
ચંડીગઢઃ રસીકરણ અને ફતેહ કિટ કૌભાંડ મામલે પંજાબના વિરોધી પક્ષ શિરોમણિ અકાલી દળ (SAD) એ કેપ્ટન અમરિંદર સિંહની સરકાર સામે મોરચો ખોલ્યો છે. પક્ષના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલની આગેવાનીમાં અકાલી દળના નેતાઓ અને કાર્યકરોએ મંગળવારે ચંદીગઢમાં મુખ્યપ્રધાન અમરિંદરસિંહના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સીએમ નિવાસના સુરક્ષાઘેરાને તોડવાનો પ્રયાસ
સીએમ નિવાસની બહાર વિરોધ કરી રહેલા અકાલી દળના સેંકડો કાર્યકરોને રોકવા પોલીસે વોટરકેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન અકાલી દળના કાર્યકરોએ સુરક્ષા ઘેરાનો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.સીએમ આવાસ તરફ આગળ વધી રહેલા શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંઘ બાદલને પંજાબ પોલીસે પકડી લીધાં હતાં અને ધરપકડ કરી હતી.