- શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટના રવીન્દ્ર ઠાકરેએ મંદિર બંધ રાખવાની કરી જાહેરાત
- મંદિર પરિસરમાં દૈનિક ધાર્મિક વિધિઓ અને પુજાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
- મહારાષ્ટ્રમાં સોમવારે 47,288 નવા કોરોનાના કેસ નોંધાયા હતા
શિરડી(મહારાષ્ટ્ર): કોરોનાના સતત વધતા જતા કેસોને નિયંત્રિત કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા વીકેન્ડ લોકડાઉન અને રાત્રિ કરફ્યૂ અંગેના જાહેરનામું વચ્ચે શિરડીના પ્રખ્યાત સાંઇબાબા મંદિરના અધિકારીઓએ સોમવારથી અચોક્કસ મુદ્દત સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટના કાર્યકારી મુખ્ય અધિકારી રવીન્દ્ર ઠાકરેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ વધાતા કોરોના કહેરને ધ્યાને લેતા બધા ધર્મસ્થળ બંધ રાખવામાં આવશે. તેથી, સાંઇબાબા મંદિર પણ સોમવારે 8 વાગ્યાથી બંધ કરાયું છે. તેમણે કહ્યું કે, મંદિર પરિસરમાં દૈનિક ધાર્મિક વિધિઓ અને પૂજાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ, ભક્તોના રોકાવાનું સ્થળ અને ભોજનાલય બંધ રહેશે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફરી નાગપુરમાં લાગ્યું લોકડાઉન
ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રઘાન મોદીને પત્ર લખ્યો