શિમલા:આપણે આપણા મિત્રો બદલી શકીએ છીએ, પરંતુ પાડોશી નહીં, પાકિસ્તાનના સંદર્ભમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Former Prime Minister Atal Bihari Vajpayee) દ્વારા આપવામાં આવેલ નિવેદન સાર્વત્રિક સત્ય છે. બે દેશની વાત હોય કે, બે ઘરની, અટલ બિહારી વાજપેયીની વાત સાચી છે. આજે પડોશીઓ અને ખાસ કરીને પાકિસ્તાનની વાત એટલા માટે છે કે, 2 જુલાઈ 1972ની રાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક શિમલા કરાર 1972 (Historic Shimla Agreement) થયો હતો. જે શિમલા કરાર તરીકે ઓળખાય છે. આ કરારને 50 વર્ષ થઈ ગયા છે. દર વખતની જેમ ભારતે પણ કર્યું, પરંતુ પાકિસ્તાન તેની નાપાક હરકતો દ્વારા આ કરારને ઘણી વખત તોડી ચૂક્યું છે.
ઐતિહાસિક શિમલા કરાર :આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો આખી દુનિયામાં જાણીતા છે. જ્યારે પણ પાકિસ્તાને યુદ્ધના મોરચે ના પાક પહેલ કરી, ત્યારે દરેક વખતે તેનો પરાજય થયો છે. છેલ્લા 7 દાયકામાં પાકિસ્તાને કેટલી વખત ઘૂસણખોરી અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન આ બધું ત્યારે કરી રહ્યું છે, જ્યારે બંન્ને દેશો વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ હતી. જેને વિશ્વ શિમલા કરાર તરીકે ઓળખે છે, જે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં 2 જુલાઈ 1972ના રોજ થયો હતો.
આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના રિમાન્ડ થયા પૂર્ણ, ક્રાઇમ બ્રાન્ચે લિધો આ ફેસલો...
કરાર કેમ કરવામાં આવ્યો? : વર્ષ 1971માં ભારતે પાકિસ્તાનને એવો ઘા માર્યો હતો જે તેને હંમેશા પીડા આપશે. આ એ સમયની વાત છે, જ્યારે આજનું બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું. 1971 માં યુદ્ધ પછી, પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા અને બાંગ્લાદેશ નામના નવા દેશનો જન્મ થયો હતો. આ અલગ દેશની રચનામાં ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારત સરકારે મુક્તિવાહિનીને મદદ કરવાનું નક્કી કર્યું હતું : વાસ્તવમાં આ એ સમય હતો, જ્યારે પૂર્વ પાકિસ્તાનમાં અલગ રાષ્ટ્રની માગને લઈને આંદોલનો થઈ રહ્યા હતા. ત્યાં પાકિસ્તાની સેનાનો અત્યાચાર ચરમસીમાએ હતો. જેમાંથી બચવા માટે લાખો શરણાર્થીઓ આશરો લેવા ભારત પહોંચ્યા હતા. જે પછી વર્ષ 1971ના અંતમાં ભારત સરકારે મુક્તિવાહિનીને મદદ કરવાનું નક્કી કર્યું હતું. મુક્તિવાહિની બાંગ્લાદેશની માગણી કરતી પૂર્વ પાકિસ્તાનની સેના હતી.
ભારતીય સેનાએ 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું : ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ 3 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર 1971 દરમિયાન થયું હતું. 16 ડિસેમ્બર વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે, ભારતીય સેનાએ માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. 16 ડિસેમ્બરે પાકિસ્તાનના 90 હજારથી વધુ સૈનિકોએ ભારતને આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે પાકિસ્તાન ભારત સામે ઝૂકી ગયું, ત્યારે પૂર્વ પાકિસ્તાન નવા દેશ બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું.
યુદ્ધ પછી પાકિસ્તાન સમાધાનના ટેબલ પર આવ્યું : પાકિસ્તાનને ફરી એકવાર ભારતના હાથે આ યુદ્ધનો સામનો કરવો પડ્યો અને પાકિસ્તાન પણ બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. આ યુદ્ધ પછી દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને આયર્ન લેડી કહેવામાં આવ્યા હતા. યુદ્ધમાં ભારત સામે હાર્યા બાદ 90 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકો યુદ્ધ કેદી હતા. બીજી તરફ પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પર દબાણ વધી રહ્યું હતું. તેને સમજાયું કે, તેના બદલે તેણે દેશના લોકોના વિરોધનો સામનો કરવો પડશે. જે બાદ તેમણે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે વાત કરી અને સમજૂતીનો સંદેશો મોકલ્યો હતો. જેના માટે 28 જૂનથી 2 જુલાઈ સુધી શિમલા સમિટનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.
મધ્યરાત્રિએ શિમલા કરાર પર કર્યા હસ્તાક્ષર :28 જૂનના નિર્ધારિત કાર્યક્રમ મુજબ પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને તેમની પુત્રી બેનઝીર ભુટ્ટો સાથે શિમલા પહોંચ્યું હતું. ઇન્દિરા ગાંધી પહેલેથી જ શિમલામાં હાજર હતા. કહેવાય છે કે, સમજૂતી માટે ભારતે પાકિસ્તાન સામે કેટલીક શરતો મૂકી હતી. જેમાંથી કેટલાક સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ ઈન્દિરા ગાંધી અડગ રહ્યા હતા. કહેવાય છે કે, સમજૂતી પહેલા એક વખત મામલો બગડ્યો હતો અને એક સમય એવો આવ્યો જ્યારે એવું લાગતું હતું કે, પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા વિના જ પરત ફરશે.