- Shatrughan Sinha મમતા બેનર્જીની આગેવાની હેઠળ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ શકે
- 2024ની લોકસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી મોદી માટે સૌથી મોટી હરીફ
- શહીદ દિવસના કાર્યક્રમમાં સિંહા તૃણમૂલમાં જોડાય તેવી સંભાવના
પટણા / કોલકાતા :કોંગ્રેસના વરિષ્ઠ નેતા શત્રુઘ્ન સિંહા (Shatrughan Sinha) ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની આગેવાની હેઠળ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાશે. સિંહાના નજીકના સૂત્રોએ રવિવારે આ વિશે માહિતી આપી હતી.
તૃણમૂલ કોંગ્રેસે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યું
સિંહાએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં હિન્દીમાં એક ટ્વીટ કર્યું હતું, જેના અનુસંધાનમાં એવી અટકળો વહેતી કરાઇ હતી કે, તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં 'ઘર વાપસી' કરી શકે છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ તૃણમૂલ કોંગ્રેસ તરફ ઝૂક્યા છે અને આનાથી વધુ શું, જેણે તાજેતરની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ધૂળ ચટાવી દીધી છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી મોદી માટે સૌથી મોટી હરીફ માનવામાં આવે છે.
આ પણ વાંચો : ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિંહા સાથે ઈટીવી ભારતનો EXCLUSIVE INTERVIEW
રાજકારણ શક્યતાઓને શોધવાની એક કળા છે - સિંહા
જ્યારે સિંહાને આ સંદર્ભમાં એક સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કંઈપણ જણાવવાની મનાઇ કરી હતી. પરંતુ જણાવ્યુંં હતું કે, રાજકારણ શક્યતાઓને શોધવાની એક કળા છે. કોલકત્તામાં તૃણમૂલ નેતાઓના જૂથનું કહેવું છે કે, તેઓ આ મામલે સિંહા સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે, શત્રુઘ્ન સિંહા (Shatrughan Sinha)ના બેનર્જી સાથેના સંબંધો હંમેશાં સારા રહ્યા છે.