ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AIADMKમાં ભાગલા ન પડે તે માટે શશિકલાએ રાજનીતિમાંથી લીધો સંન્યાસ - કેન્દ્રિય ચૂંટણી પંચ

જયલલિતાના અંગત શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલાં જ શશિકલાએ આ નિર્ણય લીધો છે.

AIADMKમાં ભાગલા ન પડે તે માટે શશિકલાએ રાજનીતિમાંથી લીધો સંન્યાસ
AIADMKમાં ભાગલા ન પડે તે માટે શશિકલાએ રાજનીતિમાંથી લીધો સંન્યાસ

By

Published : Mar 4, 2021, 9:44 AM IST

  • શશિકલાને અન્નાદ્રમુક પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં
  • ડીએમને સત્તાથી દૂર રાખવા મતદાન કરવા શશિકલાની અપીલ
  • તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે 6 એપ્રિલે થશે મતદાન

ચેન્નઈઃ વી. કે. શશિકલાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે એઆઈએડીએમકેમાં ભાગલા ન પડે તે માટે રાજનીતિમાંથી સંન્યાસ લીધો છે, જેનાથી ડીએમકેને તમિલનાડુની સત્તાથી બહાર રાખી શકાય. શશિકલાએ જયલલિતાના સમર્થકોને અપીલ કરી છે કે, જયલલિતાનું જેમણે સમર્થન કર્યું છે. તેઓ આગામી ચૂંટણીમાં ડીએમને તમિલનાડુની સત્તાથી દૂર રાખવા માટે મતદાન કરે.

શશિકલાનું રાજનીતિમાંથી સંન્યાસ લેવું અનપેક્ષિત

આપને જણાવી દઈએ કે, 23 ફેબ્રુઆરીએ કેન્દ્રિય ચૂંટણી પંચે તમિલનાડુ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. તેવામાં ચૂંટણીથી થોડા જ મહિના પહેલા શશિકલાનુું રાજનીતિમાંથી સંન્યાસ લેવું અનપેક્ષિત માનવામાં આવે છે. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર, તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે 6 એપ્રિલે મતદાન કરવામાં આવશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના દિવસે જાહેર થશે.

આવકથી વધુ સંપત્તિના કેસમાં ચાર વર્ષ જેલમાં પણ રહી આવ્યાં છે શશિકલા

અન્નાદ્રમુકથી બહાર કાઢવામાં આવેલા નેતા વી. કે. શશિકલા આવકથી વધુ સંપત્તિના કેસમાં ચાર વર્ષની જેલ પણ જઈ આવ્યાં છે. બેંગલુરુમાં સજા કાપ્યાના થોડા દિવસ બાદ તે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં તમિલનાડુ પહોંચ્યાં હતાં, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શશિકલાની વાપસી તો તેવા સમયે થઈ જ્યારે રાજ્યમાં સત્તાધારી અન્નાદ્રમુકની સાથે તેમની ટક્કરનો સંકેત મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details