- શશિ થરૂરને હાથ લાગ્યું પેટ્રોલના દર ઘટાડવાનું મશીન
- અલગ રીતે સરકાર પર પ્રહાર કર્યો
- EVMની તસવીર શેર કરતા લખ્યું છે કે, પેટ્રોલના દર ઘટાડવાનું મશીન મળી ગયું
નવી દિલ્હીઃ દિવાળીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયને પેટાચૂંટણીના પરિણામો સાથે જોડવામાં આવી રહ્યો છે. ઘણા વિપક્ષી દળોના નેતાઓએ સરકારના આ નિર્ણયને પેટાચૂંટણીનું પરિણામ ગણાવ્યું છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે (Shashi Tharoor) અલગ રીતે સરકાર પર પ્રહાર કર્યો છે.
આ પણ વાંચો: શ્રદ્ધાઃ કે અંધશ્રદ્ધા : લોકો જીવ જોખમમાં મૂકીને આ રીતે કરે છે માનતા પૂરી...
થરૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી EVMની તસવીર શેર કરી
વાસ્તવમાં થરૂરે (Shashi Tharoor) પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી EVMની તસવીર શેર કરી અને લખ્યું કે પેટ્રોલના દર ઘટાડવાનું મશીન મળી ગયું છે. આ તસવીર સાથે તેમણે લખ્યું છે કે, આ એ જ મશીન છે, જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol and diesel prices) ખૂબ જ ઝડપથી ઘટાડી શકાય છે. થરૂરે આગળ લખ્યું કે, તે આજે જ પ્રાપ્ત થયું છે અને તે ત્યાં સુધી સંબંધિત છે જ્યાં સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે.
આ પણ વાંચો:વિકાસનાં કાર્યોને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવીને આગામી ચૂંટણી લડિશું : મહેન્દ્ર મશરૂ
દિવાળીની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય નાણા મંત્રાલયે ઘટાડાની કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, દિવાળીની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય નાણા મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel prices) પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી હતી. પેટ્રોલમાં પ્રતિ લીટર 5 રૂપિયા જ્યારે ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્રની જાહેરાત બાદ દેશના અનેક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી.