ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Stock Market Opening: શેરબજાર લાલ નિશાન નીચે ખુલ્યું - BSE SENSEX NSE NIFTY RUPEE PRICE IN INDIA

ભારતીય શેરબજારમાં આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે નરમાશ નજરે પડી રહી છે. આજે 25 ઓગસ્ટ 2023 ના રોજ નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારમાં 0.4 ટકા આસપાસના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઇ છે.

share-market-update-25-august-bse-sensex-nse-nifty-rupee-price-in-india
share-market-update-25-august-bse-sensex-nse-nifty-rupee-price-in-india

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 9:50 AM IST

Updated : Aug 25, 2023, 12:40 PM IST

મુંબઈ: સ્થાનિક શેરબજારના શરૂઆતી કારોબારમાં મોટા ઘટાડા સાથે ઓપનિંગ જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં લગભગ 750 શેરમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આજે ઓપનિંગ સમયે 1.5 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. બેંક નિફ્ટી શરૂઆતની મિનિટોમાં જ 300 પોઈન્ટથી વધુ ગગડી ગયો છે.

બજારની શરૂઆત: BSE નો સેન્સેક્સ 251.67 પોઈન્ટ અથવા 0.39 ટકાના મોટા ઘટાડા સાથે 65000 ના સ્તર પર ખુલ્યો હતો. બીજી તરફ, NSE નો નિફ્ટી 90.20 પોઈન્ટ એટલે કે 0.47 ટકાના ઘટાડા સાથે 19296 ના સ્તર પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી 220 પોઈન્ટ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 44276.20 ના સ્તર પર ટ્રેડિંગ શરૂ કરવામાં સફળ રહ્યો છે.

સેન્સેક્સ-નિફ્ટી શેરોમાં કારોબાર:સેન્સેક્સના 30માંથી 5 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બાકીના 25 શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ, જો નિફ્ટી શેરોની વાત કરીએ તો તેના 50 શેરોમાંથી માત્ર 15 શેરોમાં જ લીલો નિશાન છે અને 35 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

સેક્ટર મુજબ કારોબાર કેવો ચાલી રહ્યો છે?:જો સેક્ટોરલ ઇન્ડેક્સમાં જોવામાં આવે તો મેટલ અને ઑટો સિવાય અન્ય તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઘટાડાની રેન્જમાં સરકી ગયા છે. આજે આઈટી શેરોમાં લગભગ અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ફાર્મા ઈન્ડેક્સ 0.45 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યો છે. બેન્ક અને એફએમસીજીમાં 0.44-0.44 ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

  1. India's GDP: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના GDPમાં 8 ટકાથી ઉપર વૃદ્ધિ થવાની ધારણા
  2. Onion Price: તહેવારોમાં ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે, જાણો ડુંગળી કેમ થઈ લાલ
Last Updated : Aug 25, 2023, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details