મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSEનો સેન્સેક્સ 68 પોઈન્ટના વધારા સાથે 70,923ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.19 ટકાના વધારા સાથે 21,295ની સપાટી પર ખુલ્યો હતો. પ્રી-ઓપનિંગ દરમિયાન સેન્સેક્સ, નિફ્ટી ઉચ્ચ સ્તરે ટ્રેડ થયા હતા. આજના ટ્રેડિંગ દરમિયાન Zomato, V-Guard, Lupin ફોકસમાં રહેશે.
share market opening: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફટીમાં ઉછાળો - શેર બજારના સમાચાર
Share Market News: શેરબજારના કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે, BSE પર સેન્સેક્સ 68 પોઈન્ટના વધારા સાથે 70,923ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 0.19 ટકાના વધારા સાથે 21,295ની સપાટી પર ખુલ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
Published : Dec 22, 2023, 9:33 AM IST
|Updated : Dec 22, 2023, 12:07 PM IST
મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે 21 ડિસેમ્બર ગુરુવારના રોજ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE Sensex 435 પોઈન્ટના વધારા સાથે 70,941 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 0.62 ટકાના વધારા સાથે 21,280 પર બંધ થયો હતો. ગુરુવારના રોજ ઈક્વિટી માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ફાઈનાન્સિયલ, મેટલ અને પાવર શેરોમાં ખરીદી વચ્ચે સારા ફાયદા સાથે બંધ થયા હતા.