ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Share Market Closing Bell: આજે શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળતા સેન્સેક્સ 241 પોઈન્ટ તૂટી 67,596 અને નિફ્ટી 20,122 પર બંધ

આજે શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જેમા રિયલ્ટી, હેલ્થકેર, આઈટી, મેટલ અને ઓયલ એન્ડ ગેસના શેરની કિંમતોમાં ઘટાડો થયો હતો. જેની સીધી અસર બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી પર જોવા મળી હતી. કલોઝિંગ બેલના સમયે સેન્સેક્સમાં 241 પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું હતું. સેન્સેક્સ 67,596 પર અને નિફટી 20,122 પર બંધ થયો હતો. વાંચો આજના દિવસના શેરબજારના ઉતાર ચઢાવ વિશે વિસ્તારપૂર્વક.

આજે સેન્સેક્ટ અને નિફ્ટી બંને તૂટીને બંધ રહ્યા
આજે સેન્સેક્ટ અને નિફ્ટી બંને તૂટીને બંધ રહ્યા

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 4:26 PM IST

મુંબઈઃઆજે શેરબજારમાં હેવી રેઈન ઈફેક્ટ જોવા મળી હતી. સવારથી લઈને સમગ્ર દિવસ બજારમાં અપ્સ એન્ડ ડાઉન્સ નોંધાયા હતા. ઘટાડો જોવા મળ્યા હોય તેવા શેરોમાં બેન્કિંગ, ફાયનાન્સિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને રિયલ્ટી સેક્ટર મુખ્ય રહ્યા હતા. જ્યારે વધારો જોવા મળ્યો હોય તેવા શેરોમાં એફએમસીજી, ઓટો, પીએસયુ બેન્ક અને કંઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર મુખ્ય રહ્યા હતા.

અગ્રણી શેરોની મૂવમેન્ટઃ એચડીએફસી બેન્ક, અદાણી પોર્ટ્સ, ડૉ. રેડ્ડીઝ, ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ, ઈન્ફોસિસ 2.19 ટકા સુધી ઘટીને તૂટ્યા હતા. જ્યારે પાવર ગ્રિડ, એસડીએફસી લાઈફ,ટાઈટન, એમ એન્ડ એમ, બીપીસીએલ, એનટીપીસી,બ્રિટાનીયા 3.12 ટકા સુધી વધીને રોકાણકારોને પ્રોફિટ પૂરો પાડ્યો હતો.

મિડ કેપ સ્મોલ કેપ શેરઃ મિડ કેપ અને સ્મોલ કેપ બંને સેક્ટરના શેર તૂટ્યા હતા. જેમાં રોકાણકારોને લોસ કરવાનો વારો આવ્યો હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા ઘટી ગયો હતો. નિફ્ટી મિડ કેપ 0.44 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ બંને સેક્ટરમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી.

ટોપ ગેઈનર્સ શેરઃ આજે માર્કેટ 241 પોઈન્ટ તૂટીને બંધ થયું છે તેવા સંજોગોમાં જે શેર ટોપ ગેઈનર્સ રહ્યા તેમની યાદી આ પ્રમાણે છે. પાવર ગ્રિડ કોર્પ 3 ટકા વધીને 200.05, ટાઈટન કંપની 2.70 ટકા વધીને 3,338.25, એમ એન્ડ એમ 2.39 ટકા વધી 1,639.20, એનટીપીસી 1.73 ટકા વધીને 240.45 અને બજાજ ફિનસર્વ 1.52 ટકા વધીને 1,561.80 પર બંધ થયા છે.

ટોપ લૂઝર્સ શેરઃ માર્કેટમાં રોકાણકારોની મૂડી ધોવાઈ હોય તેવા શેરમાં એચડીએફસી બેન્ક 1.98 ટકા ઘટીને 1,629.25 , ભારતી એરટેલ 1.71 ટકા ઘટીને 920.24, ઈન્ફોસીસ 1.40 ટકા ઘટીને 1,491.10, અલ્ટ્રાટેક સીમેન્ટ 1.36 ટકા ઘટીને 8,609.10 અને ટાટા સ્ટીલ 1.21 ટકા ઘટીને 130.45 પર બંધ થયા છે.

  1. વિદેશી ફંડોની લેવાલીથી શેરબજારમાં ઐતિહાસિક તેજી, સેન્સેક્સે 58,000 અને નિફટીએ 17,300ની સપાટી કૂદાવી
  2. Stock Market Closing Bell : નિફ્ટી ઓલટાઈમ હાઈ 20,000 પર બંધ, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળીને 67,127.08 પર બંધ થયો

ABOUT THE AUTHOR

...view details