ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Share Market Closing Bell : સપ્તાહના છેલ્લા દિવસે શેરમાર્કેટ ફરી તૂટ્યું, BSE Sensex 221 પોઈન્ટ ડાઉન બંધ - એડવાન્સ ડેકલાઈન રેશિયો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ ભારતીય શેરબજારમાં નબળું વલણ જોવા મળ્યું હતું. ચાલુ સપ્તાહમાં ભારે વેચવાલીના પગલે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આજે ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 221 અને 68 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ થયો હતો.

Share Market Closing Bell
Share Market Closing Bell

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 4:02 PM IST

મુંબઈ :આજે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ બાદ કડાકો બોલ્યો છે. આજે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. દરેક ઉછાળા સાથે વેચવાલી નીકળતા બજાર સતત ડાઉન રહ્યું હતું. જોકે BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 66,009 અને 19,674 પોઈન્ટ પર બંધ રહ્યા હતા.

BSE Sensex : આજે 22 સપ્ટેમ્બર શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 66,230 બંધની સામે 15 પોઈન્ટ ઘટીને 66,215 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે સેન્સેક્સ ઈન્ડેક્સે 65,952 પોઈન્ટ ડાઉન અને 66,445 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex નીચા મથાળે ખુલ્યા બાદ પ્રથમ ઉપર ઊંચકાયો હતો. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 221 પોઈન્ટ તૂટીને 66,009 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.30 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ પણ BSE Sensex 570 પોઈન્ટ ઘટીને 66,230 પોઈન્ટ પર બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 68 પોઈન્ટ (0.34 %) ઘટીને 19,19,674 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,744 ના મથાળે સપાટ ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,657 પોઈન્ટ સુધી ડાઉન અને 19,798 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે સતત ઉપર નીચે થતું રહ્યું હતું. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 159 પોઈન્ટ ઘટીને 19,742 ના મથાળે લાલ રંગમાં બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ઇન્ડસઇન્ડ બેંક (3.11 %), મારુતિ સુઝુકી (2.14 %), SBI (1.77 %), બજાજ ફિનસર્વ (1.26 %) અને એમ એન્ડ એમ (1.13 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં વિપ્રો (-2.32 %), HDFC બેંક (-1.57 %), અલ્ટ્રાટેક સિમેન્ટ (-1.40 %), પાવર ગ્રીડ કોર્પો. (-1.31 %) અને સન ફાર્મા (-1.16 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 931 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1333 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, રિલાયન્સ, ઇન્ફોસિસ અને SBI ના સ્ટોક રહ્યા હતા.

  1. Economic and transport corridors : ઉભરતા આર્થિક અને પરિવહન કોરિડોર જેનો ભારત એક ભાગ છે, ચાલો જાણીએ તેના વિશે...
  2. Deadline In September 30: આ મહત્વપૂર્ણ કાર્યોની અંતિમ તારીખ 30મી સ્પ્ટેમ્બર છે, જેના પર ધ્યાન આપો નહીંતર સમસ્યાઓ વધશે

ABOUT THE AUTHOR

...view details