મુંબઈ :વર્ષના છેલ્લા મહિનાનો પ્રથમ સોમવાર ભારતીય શેરબજારમાં રોનક લઈને આવ્યો છે. ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયની સીધી અસરના ભાગરૂપે ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 1384 અને 419 પોઈન્ટ ઉછળીને ઊંચા મથાળે બંધ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ જોરદાર વધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ શેરબજારમાં ચોતરફ લેવાલીથી રોકાણકારોને તગડો નફો થયો છે.
BSE Sensex : આજે 4 ડિસેમ્બર સોમવારના રોજ BSE Sensex ગતરોજના 67,481 બંધની સામે 954 પોઈન્ટ ઉછળીને 68,435 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. શરુઆતમાં જરા ઘટીને 68,918 પોઈન્ટ ડાઉન ગયા બાદ સતત મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડ્યા બાદ 68,918 પોઈન્ટની ડે હાઈ બનાવી 655 હતી, જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 1384 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 68,865 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 2.05 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 419 પોઈન્ટ (2.07%) ઉછળીને 20,687 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 335 પોઈન્ટ ઉપર 20,602 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 20,508 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ત્યારબાદ લેવાલી નીકળતા સતત ઉપર ચડતો રહી છેલ્લા એક વર્ષમાં ઓલટાઇમ હાઈ 20,703 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 20,267 ના મથાળે બંધ રહ્યો હતો.
રોકાણકારોને મોજ :ભાજપની જીતથી ભારતીય શેરબજારમાં તોફાન મચી ગયું છે. મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત સાથે મજબૂત સ્થાનિક આંકડા અને વૈશ્વિક સંકેતો પણ આજના ઐતિહાસિક ઉછાળાનું મુખ્ય કારણ રહ્યું છે. રેકોર્ડબ્રેક તેજીમાં શરૂઆતના થોડા કલાકોમાં જ રોકાણકારોને લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો નફો થયો છે.