નવી મુંબઇ : શેરબજારની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ 111 પોઈન્ટ અથવા 0.16 ટકાના ઉછાળા સાથે 69936 ના સ્તર પર દેખાઈ રહ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 2.40 પોઈન્ટના મામૂલી વધારા સાથે 20971 ના સ્તર પર ટ્રેડ થઇ રહ્યો હતો.
ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને ખુલ્યો - share market 11 dec 2023
ભારતીય શેરબજારના પ્રથમ દિવસે તારીખ 11 ડિસેમ્બરેના ગ્રીન ઝોન સાથે ખુલ્યું હતું. સ્થાનિક શેરબજારની શરૂઆત મજબૂત થઈ છે પરંતુ નિફ્ટી આજે રેડ ઝોનમાં ખુલ્યો છે. બેંક નિફ્ટીએ 300 પોઈન્ટની મજબૂતી સાથે શરૂઆત કરી છે. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 100 પોઇન્ટના વધારા સાથે 69,925 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 4.10 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 20,965 પર ખુલ્યો હતો.
Published : Dec 11, 2023, 10:36 AM IST
બજારમાં શેરની સ્થિતિ : ઓપનિંગ સમયે, સેન્સેક્સના 30માંથી 14 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 16 શેરો એવા છે જે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક 1.47 ટકા અને HCL ટેકમાં 1.19 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.81 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.67 ટકા ઉપર છે.
બેંક નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો : બેન્ક નિફ્ટીએ લગભગ 300 પોઈન્ટના વધારા સાથે શરૂઆત કરી અને 47,487.60 સુધીની ઊંચી સપાટીએ પહોચી ગયો છે. આજે બજારને બેન્ક નિફ્ટી તરફથી મજબૂત ટેકો મળી રહ્યો છે કારણ કે તેના તમામ 12 શેરમાં તેજીનું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.