મુંબઈ: NSE નિફ્ટી 153.15 પોઈન્ટ વધીને 17,815.30 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નાણાપ્રધાને બજેટ ભાષણ દરમિયાન તરત જ ટેક્સ સ્લેબ અને મુક્તિમાં ફેરફારની જાહેરાત કરી હતી. બજારના બંને સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપથી વધારો થયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE સેન્સેક્સ 1,033.14 પોઈન્ટ અથવા 1.73% વધીને 60,583.04 પર પહોંચ્યો હતો. બીજી તરફ, NSE નો નિફ્ટી ઈન્ડેક્સ 262.55 પોઈન્ટ અથવા 1.49% ના મજબૂત ઉછાળા સાથે 17,924.70 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચો:INDIA BUDGET 2023: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં રજૂ કરી રહ્યા છે પેપરલેસ બજેટ
શેર માર્કેટ પર અસર: અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગના હેંગસેંગ અગ્રણી હતા. મંગળવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અસ્થિર ટ્રેડિંગમાં સેન્સેક્સ 49.49 પોઈન્ટ અથવા 0.08 ટકાના વધારા સાથે 59,549.90 પોઈન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 13.20 પોઈન્ટ એટલે કે 0.07 ટકાના વધારા સાથે 17,662.15 પોઈન્ટ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.48 ટકા ઘટીને બેરલ દીઠ 84.49 ડોલર પર હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ મંગળવારે રૂપિયા 5,439.64 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
બજેટમાંક્યો રજુ થાશે: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે આજે સવારે 11 વાગ્યે લોકસભામાં 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. લોકસભામાં 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યં. તે 2023-24 માટે સરકારની અંદાજિત આવક અને ખર્ચની વિગતો રાખવામાં આવી. નાણાપ્રધાન રાજકોષીય જવાબદારી અને બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટ, 2003, મધ્યમ ગાળાની રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ વ્યૂહરચના અને મેક્રો-ઈકોનોમિક ફ્રેમવર્ક પર વિગતો પણ રજૂ કરવામાં આવશે.
ગઈકાલે શેરબજારમાં તકેદારી જોવા મળી હતી: સામાન્ય બજેટના એક દિવસ પહેલા સ્થાનિક શેરબજારોમાં મામૂલી ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે, 1 ફેબ્રુઆરીએ યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય બેઠકના પરિણામોના એક દિવસ પહેલા મંગળવારે, રોકાણકારોના સાવચેતીભર્યા વલણને કારણે સ્થાનિક શેર બીએસઈ સેન્સેક્સ 49 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. અસ્થિર ટ્રેડિંગના છેલ્લા કલાકમાં, 30 શેરો ધરાવતો સેન્સેક્સ 49.49 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 59,549.90 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે 59,787.63 પોઈન્ટની ઊંચી સપાટીએ ગયો અને 59,104.59 પોઈન્ટની નીચી સપાટીએ આવ્યો.