ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

પ્રખ્યાત દ્રષ્ટા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે મધ્યપ્રદેશના નરસિંહપુર શહેરમાં નિધન (shankaracharya swaroopanand saraswati died) થયું છે. તેઓ 99 વર્ષના હતા.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

By

Published : Sep 11, 2022, 4:55 PM IST

Updated : Sep 11, 2022, 8:32 PM IST

નરસિંહપુર-ભોપાલ:દ્વારકાના શંકરાચાર્ય અને જ્યોતિમઠ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે (shankaracharya swaroopanand saraswati died) નિધન થયું છે. તેમણે નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા, તેઓ લાંબા સમયથી બીમાર હતા.

સ્વરૂપાનંદ સરસ્વતીનો જન્મ: શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો જન્મ તારીખ 2 સપ્ટેમ્બર 1924ના રોજ મધ્ય પ્રદેશ રાજ્યના સિવની જિલ્લાના જબલપુર નજીક દિઘોરી ગામમાં પિતા ધનપતિ ઉપાધ્યાય અને માતા ગિરિજા દેવીને ત્યાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. 9 વર્ષની ઉંમરે, તેમણે ઘર છોડ્યું અને ધાર્મિક પ્રવાસો શરૂ કર્યા, જે દરમિયાન તેઓ કાશી પહોંચ્યા અને અહીં તેમણે બ્રહ્મલિન શ્રીસ્વામી કરપત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રો શીખ્યા. આ તે સમય હતો જ્યારે ભારતને અંગ્રેજોથી મુક્ત કરવાની લડાઈ ચાલી રહી હતી.

શંકરાચાર્યનું બિરુદ મળ્યુંઃ1942માં જ્યારે ભારત છોડોના નારા લાગ્યા ત્યારે તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં પણ કૂદી પડ્યા હતા. 19 વર્ષની વયે તેઓ 'ક્રાંતિકારી સાધુ' તરીકે પ્રખ્યાત થયા હતા. આ દરમિયાન તેમણે 9 મહિના વારાણસી જેલમાં અને 6 મહિના મધ્યપ્રદેશની જેલમાં પણ પસાર કરેલા છે. તેઓ કરપતિ મહારાજના રાજકીય પક્ષ રામ રાજ્ય પરિષદના પ્રમુખ પણ હતા. 1950 માં, તેમને દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા. 1950 માં શારદા પીઠ શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી. એ પછી તેઓ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્યની પદવી મળી હતી.

મઠોના શંકરાચાર્ય:હિન્દુઓને એક કરવાની ભાવનામાં, આદિગુરુ ભગવાન શંકરાચાર્યએ 1300 વર્ષ પહેલાં ભારતની ચારેય દિશામાં ચાર ધાર્મિક રાજધાનીઓ (ગોવર્ધન મઠ, શૃંગેરી મઠ, દ્વારકા મઠ અને જ્યોતિર્મથ) બનાવી હતી. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોતિર્મઠ)ના શંકરાચાર્ય છે. હિંદુ ધર્મમાં શંકરાચાર્યનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, શંકરાચાર્યને હિંદુઓના માર્ગદર્શન અને ભગવાન પ્રાપ્તિના માધ્યમ જેવા વિષયોમાં હિંદુઓને આદેશ આપવાનો વિશેષ અધિકાર મળે છે.

Last Updated : Sep 11, 2022, 8:32 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details