ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અને અંતે કોંગ્રેસે AMCના વિપક્ષ નેતાના નામની કરી જાહેરાત, શહેઝાદ પઠાણ પર મહોર - કોંગ્રેસે AMCના વિપક્ષ નેતાના નામની કરી જાહેરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાના નામને લઈ સુખદ અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા અંતે શહેઝાદ ખાન પઠાણના નામ પર મહોર (AMC Leader of Opposition shahzad pathan) લાગી છે. તો બીજી તરફ વિપક્ષના ઉપનેતા તરીકે નીરવ બક્ષીના નામ પર મહોર લાગી છે. જ્યારે નિરવ બક્ષીનેે વિપક્ષના ઉપનેતા (Deputy Leader of the Opposition Nirav Bakshi) બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત જગદિશ રાઠોડને વિપક્ષના દંડક તરીકે પદ સોપવામાં આવ્યું છે.

AMC Leader of Opposition
AMC Leader of Opposition

By

Published : Jan 11, 2022, 12:19 PM IST

Updated : Jan 11, 2022, 2:23 PM IST

અમદાવાદ: ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીનો માહોલ સર્જાય છે, ત્યારે કોંગ્રેસમાં ભંગાણ થાય છે. જોકે વિધાનસભાની ચૂંટણી થાય તે પહેલા જ અમદાવાદ કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાના એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે અમદાવાદમાં મહાનગરપાલિકાના વિપક્ષના (AMC Leader of Opposition) નેતાને લઈને 10થી વધુ કોર્પોરેટરોએ બળવો કર્યો હતો.

અને અંતે કોંગ્રેસે AMCના વિપક્ષ નેતાના નામની કરી જાહેરાત, શહેઝાદ પઠાણ પર મહોર

વિપક્ષના ઉપનેતા બન્યા નીરવ બક્ષી

અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધના વંટોળમાં નીરવ બક્ષી (Deputy Leader of the Opposition Nirav Bakshi) પણ જોડાયા હતા, જેમણે રાજીનામા પ્રમુખ સમક્ષ ધર્યા હતા. જોકે તેને લઈ પ્રમુખ જગદીશ રાઠોડ સુધી પહોંચ્યો હતો. પક્ષે ચર્ચા કર્યા બાદ અંતે નીરવ બક્ષીને વિપક્ષના ઉપનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેથી હવે કોંગ્રેસ પક્ષ વિરોધની આગને ઠંડી કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે.

કોંગ્રેસે AMCના વિપક્ષ નેતાના નામની કરી જાહેરાત

10થી વધુ કોર્પોરેટરના જૂથે પાર્ટી સામે કર્યો બળવો

અમદાવાદ મહાનગરપાલિકાના કોંગ્રેસના 10થી વધુ કોર્પોરેટરો બે દિવસ અગાઉ કોંગ્રેસ પ્રદેશ ભવન ખાતે પહોંચ્યા હતા. તમામ કોર્પોરેટરો રાજીનામું આપવા માટે પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે આવ્યા છે. છેલ્લા નવ મહિનાથી વધુ સમયથી અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષના નેતાની નિમણૂક કરવામાં મુશ્કેલી પડી રહી છે અને તેની પસંદગીને લઈને સી.જે.ચાવડા અને પરેશ ધાનાણીને નિરીક્ષક તરીકે મૂકવામાં આવ્યા હતા. આ બન્ને સિનિયર નેતાઓના રિપોર્ટને લઈને કોંગ્રેસમાં ભડકો સર્જાયો હતો.

જગદિશ રાઠોડને વિપક્ષના દંડક તરીકે પદ સોપવામાં આવ્યું

ગુજરાત કોંગ્રેસ પક્ષના અધ્યક્ષે તમામના રાજીનામાનો અસ્વીકાર કર્યો

કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણને (AMC Leader of Opposition shahzad pathan) વિપક્ષ નેતા બનાવવામાં આવે તેવું નક્કી કરાતા કોંગ્રેસના જ 10થી વધુ કોર્પોરેટરના જૂથે પાર્ટી સામે બળવો કર્યો છે. આ તમામ કોર્પોરેટર પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી, કમળા ચાવડા અને જમના વેગડ સહિતના 10થી વધુ કોર્પોરેટરો રાજીનામું આપવા માટે પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. હાલ ગુજરાત કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ જગદીશ રાઠોડે તમામના રાજીનામાનો અસ્વીકાર કર્યો છે.

વિપક્ષના ઉપનેતા બન્યા નીરવ બક્ષી

કોર્પોરેટરોને પાઠવાઈ કારણ દર્શક નોટિસ

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની નિમણૂંકનો મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ રાઠોડે તાત્કાલિક નિરીક્ષકો સાથે બેઠક કરી હતી, જેમાં કોર્પોરેટરોએ પ્રદેશ કાર્યાલય બહાર આપેલા નિવેદનની ગંભીર પ્રકારે નોંધ લેવાઈ છે, જેને લઈ કોર્પોરેટરોને પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિએ કારણદર્શક નોટિસ પાઠવી છે. પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરેલા વર્તનને કારણે આ નોટિસ આપવામાં આવી છે. તમામ કોર્પોરેટરોએ સાત દિવસમાં આ નોટિસ અંગે ખુલાસો પણ કરવો પડશે તેવું જણાવવામાં આવ્યું છે, પ્રદેશ કાર્યાલય બહાર સર્જાયેલા ઘમાસાણ અંગેના વીડિયો પણ શિસ્ત સમિતિને સોંપવામાં આવ્યા છે, જે અંગે હવે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

કોંગ્રેસે AMCના વિપક્ષ નેતાના નામની કરી જાહેરાત, શહેઝાદ પઠાણ પર મહોર

વિપક્ષ નેતા બન્યા શહેઝાદ ખાન

અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા બનનાર શહેઝાદ ખાન પઠાણ ઉર્ફે સન્ની બાબા નવાબ ખાન બિલ્ડરના પુત્ર છે, જેનો 14 ફેબ્રુઆરી 1989ના રોજ જન્મ થયો હતો. 32 વર્ષની સૌથી નાની ઉંમર તેઓ કોંગ્રેસ પક્ષમાં સતત છેલ્લી ત્રણ ટર્મથી મહાનગરપાલિકામાં દાણીલીમડા વિસ્તાર માંથી ચૂંટાઈ આવે છે. સન્ની બાબાનો વિસ્તારમાં તથા પક્ષમાં પણ દબદબો રહેલો છે. શહેઝાદ ખાન પઠાણે 2019માં શાહેઆલમ વિસ્તારમાં NRC અને CAAને લઈ સૌથી મોટો વિરોધ કરવામાં આવ્યો હતો. સન્ની બાબાના નેજા હેઠળ થયેલા આ વિરોધમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેને લઈ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પર પોલીસ કાર્યવાહી પણ થઈ હતી. જ્યારે નિરવ બક્ષીનેે વિપક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત જગદિશ રાઠોડને વિપક્ષના દંડક તરીકે પદ સોપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Western Railway Fine 2021: વેસ્ટર્ન રેલવે દ્વારા છેલ્લા 8 મહિનામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યો કરોડો રૂપિયાનો દંડ

આ પણ વાંચો: Suicide Suicide Case : સચીન GIDCમાં વિસ્તારમાં ત્રણ સંતાનોની માતાએ કરી આત્મહત્યા

Last Updated : Jan 11, 2022, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details