- છત્તીસગઢ CM ભુપેશ બઘેલે સોમવારે જગદલપુરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
- 14 સુરક્ષા જવાનોના નશ્વર દેહોને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી
- અમિત શાહ જવાનોને રાખવામાં આવ્યા છે તે ત્રણેય હોસ્પિટલોની મુલાકાત લેશે
જગદલપુર(છત્તીસગઢ): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢ CM ભુપેશ બઘેલે સોમવારે જગદલપુરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં નક્સલવાદી હુમલામાં 22 સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યો છે તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં નક્સલીઓ સાથેની લડાઇમાં પોતાનો જીવ ગુમાવનાર સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે અહીં પુષ્પાંજલિ સમારોહમાં હાજરી આપી હતી.
અમિત શાહે પોલીસ લાઇન્સની મૂલાકાત લીધી
શનિવારે સુકમા અને બીજપુર જિલ્લાની સરહદ પર જોનાગુડા અને ટેકલગુડા ગામો વચ્ચે નક્સલીઓ સાથે થયેલી લડાઈમાં બાવીસ સુરક્ષા જવાન શહીદ થયા અને 31 અન્ય થયા હતાં. દિલ્હીથી છત્તીસગઢના જગદલપુર શહેર પહોંચ્યા બાદ શાહે અહીં પોલીસ લાઇન્સની મૂલાકાત લીધી હતી, જ્યાં તિરંગાથી લપેટેલા કફિન્સમાં 14 સુરક્ષા જવાનોના નશ્વર દેહો રાખવામાં આવ્યા હતા અને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો:બીજાપુરમાં નક્સલવાદી હુમલો: ગૃહપ્રધાન અમિત શાહ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત સૈનિકોને મળશે
શહીદ જવાનોને પુષ્પાંજલી અપાઈ
અમિત શાહ, છત્તીસગના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ અને અન્ય મહાનુભાવોએ સુરક્ષાકર્મીઓના નશ્વર દેહો પર પુષ્પાંજલિ અર્પી હતી. બીજપુર જિલ્લા સાથે જોડાયેલા અન્ય શહીદ જવાનોને બીજપુર શહેરમાં યોજાયો હતો, જેમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.