ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અફઘાનના શીખોને ભારત લાવવા માટે આ સંસ્થા તમામ ખર્ચ ઊઠાવશે, સુરક્ષિત રહેવા અપીલ

અફઘાનિસ્તાનમાં દિવસે દિવસે (Situation in Afghanistan) પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. પહેલા અફઘાનિસ્તાનના ગુરૂદ્વારા પર બ્લાસ્ટ થયો (Gurudwara blast in Afghanistan) હતો એ પછી હવે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવતા ત્યાં રહેતા લોકો હેરાન-પરેશાન થયા છે. પણ આ માહોલ વચ્ચે એક સંસ્થાએ એવું એલાન કર્યું છે કે, અફઘાન શીખને ભારત લાવવા માટેનો ખર્ચે એ ઊઠાવશે.

vઅફઘાનના શીખોને ભારત લાવવા માટે SGPC તમામ ખર્ચ ઊઠાવશે,સુરક્ષિત રહેવા અપીલ
અફઘાનના શીખોને ભારત લાવવા માટે SGPC તમામ ખર્ચ ઊઠાવશે,સુરક્ષિત રહેવા અપીલ

By

Published : Jun 22, 2022, 6:48 PM IST

ચંદીહઢઃઅફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા (Gurudwara blast in Afghanistan) સાહિબ પર થયેલા આતંકી હુમલા બાદ હાલની સ્થિતિ સારી નથી. જેને લઈને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ (SGPC) અફઘાનમાં રહેતા શીખોને ભારત લાવવાની વાત કરી છે. જે શીખ પરિવારો હાલ અફઘાનિસ્તાનમાં રહે છે અને ભારત આવવા માંગે છે. આ શીખ પરિવારોને લઈને સમિતિએ આર્થિક મદદ (SGPC Will ready to evacuate from Afghanistan ) કરવા માટે તૈયારી દેખાડી છે.

આ પણ વાંચોઃરાજ્ય ચૂંટણી પંચ એક્શન મોડમાં, જિલ્લા ચૂંટણી અધિકારીઓને આપી દીધી આ સૂચના

શું કહ્યું વકીલેઃશિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના પ્રમુખ એડવોકેટ હરજિન્દર સિંહ ધામીએ અફઘાનિસ્તાનના શીખોને સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને કારણે અફઘાનિસ્તાનથી ભારત આવવા માંગતા શીખોની એર ટિકિટની વ્યવસ્થા SGPC દ્વારા કરવામાં આવશે.

ભારત સરકારને અપીલઃઆ સાથે તેમણે ભારત સરકારને પણ અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનમાં રહેતા શીખો ભયના માહોલમાં જીવે છે. એમને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવે. હાલમાં અફઘાનિસ્તામાં રહેતા શીખોએ કોઈ ડરવાની જરૂર નથી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પૂરતી વ્યવસ્થા કરશે. આ સિવાય જેમની પાસે હવાઈ મુસાફરીનો ખર્ચ નથી. તે પણ સમિતિ દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચોઃમહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી થયા કોરોનાગ્રસ્ત, હોસ્પિટલમાં કરાયા દાખલ

શિખોની દુર્દશા:SGPC પ્રમુખ ધામીએ ઉમેર્યું કે તેમણે દિલ્હીમાં રહેતા અફઘાન શીખો સાથે વાત કરી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં રહેતા શીખોની વેદનાથી વાકેફ કર્યા. એડવોકેટ ધામીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં શીખો માટે તેમના ધંધા અને પ્રિય ઘર છોડવું ખૂબ જ મુશ્કેલ હોવા છતાં, ત્યાં રહેતા શીખો ભયંકર સંજોગોનો સામનો કરીને લાચાર છે.

ABOUT THE AUTHOR

...view details