ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પત્ની સાથે જબરદસ્તી બાંધવામાં આવતો શારીરિક સંબંધ એ દુષ્કર્મ નથીઃ છત્તીસગઢ હાઈકોર્ટ - દિલ્હી હાઈકોર્ટ

છત્તીસગઢ હાઈકોર્ટે પત્ની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ અંગે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, પતિ પત્ની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધે તો તે દુષ્કર્મની શ્રેણીમાં નહીં આવે. કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન એ ચુકાદો આપ્યો હતો અને પતિને વૈવાહિક દુષ્કર્મના આરોપથી મુક્ત કરી દીધો છે. આ કેસમાં ફરિયાદી મહિલા આરોપીની કાયદાકીય રીતે પરિણીત છે. કોર્ટે કહ્યું હતું કે, કોઈ પુરૂષ પોતાની જ પત્નીની સાથે યૌન સંબંધ, જેની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોય. તો તે દુષ્કર્મ નથી.

પત્ની સાથે જબરદસ્તી બાંધવામાં આવતો શારીરિક સંબંધ એ દુષ્કર્મ નથીઃ છત્તીસગઢ હાઈકોર્ટ
પત્ની સાથે જબરદસ્તી બાંધવામાં આવતો શારીરિક સંબંધ એ દુષ્કર્મ નથીઃ છત્તીસગઢ હાઈકોર્ટ

By

Published : Aug 27, 2021, 12:54 PM IST

  • પત્ની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા અંગે છત્તીસગઢ હાઈકોર્ટનો ચુકાદો
  • પત્ની સાથે જબરદસ્તી બાંધવામાં આવતો શારીરિક સંબંધ એ દુષ્કર્મ નથીઃ છત્તીસગઢ હાઈકોર્ટ
  • પત્નીની ઉંમર 18 વર્ષથી વધુની હોય તો સજાની કોઈ જોગવાઈ નથી

ન્યૂઝ ડેસ્કઃ પત્ની સાથે જબરદસ્તી શારિરીક સંબંધ અંગે છત્તીસગઢ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, કાયદાકીય રૂપથી પરિણીત પત્ની સાથે પતિ યૌન સંબંધ કે કોઈ પણ યૌન કૃત્ય એ દુષ્કર્મ નથી. ભલે પછી તે જબરદસ્તી અથવા પત્નીની ઈચ્છા વગર કરવામાં આવ્યું હોય.

આ પણ વાંચો-પત્નીને માનસિક શારીરિક ત્રાસ આપી મજબૂર કરવા બદલ પતિને 10 વર્ષની સજા

આ સમગ્ર કેસ શું હતો?

આ કેસમાં ફરિયાદી આરોપીની કાયદાકીય રૂપથી પરિણીતા છે. કોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ પુરૂષ પોતાની પત્ની કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોય તેની સાથે યૌન સંબંધ બાંધે તો તે દુષ્કર્મ નથી. આ મામલામાં ફરિયાદી આરોપીની કાયદાકીય રૂપથી પરિણીત પત્ની છે. આ માટે આરોપી પતિએ તેની સાથે બનાવેલા યૌન સંબંધ અથવા તો યૌન કૃત્યને દુષ્કર્મ ન ગણી શકે. ભલે તે જબરદસ્તી કે પત્નીની ઈચ્છા વિરૂદ્ધ કરવામાં આવ્યું હોય. જોકે, કોર્ટે આ વ્યક્તિને વૈવાહિક દુષ્કર્મના આરોપમાંથી મુક્ત કરી દીધો છે, પરંતુ તેની સામે હવે કોર્ટમાં IPCની અંતર્ગત અપ્રાકૃતિક સેક્સના આરોપમાં કેસ ચાલશે.

આ પણ વાંચો-આ કારણોથી પણ થઈ શકે છે સેક્સની ઇચ્છા

વૈવાહિક દુષ્કર્મની કાયદાકીય પરિભાષા શું છે? જાણો

મેરિટલ રેપ અથવા વૈવાહિક દુષ્કર્મને લઈને દિલ્હી હાઈકોર્ટમાં પણ કેસ આવ્યો હતો. તે દરમિયાન કેન્દ્રએ કહ્યું હતું કે, વૈવાહિક દુષ્કર્મને ગુનાની કેટેગરીમાં ન રાખી શકાય. વૈવાહિક દુષ્કર્મ પણ ઘરેલુ હિંસાનું એક વિકૃત રૂપ છે. આનો અર્થ પત્નીની સંમતિ વગર તેની સાથે યૌન સંબંધ બનાવવો અથા તેવું કરવા માટે તેને મજબૂર કરવી છે, પરંતુ ભારતીય દંડ સંહિતામાં (IPC) સંપૂર્ણ રીતે તેની વ્યાખ્યા આપવામાં નથી આવી. IPCની ધારા 376 દુષ્કર્મ જેવા ગુના માટે મોટી સજાની જોગવાઈ કરે છે. IPCની આ ધારા અનુસાર, પત્ની સાથે દુષ્કર્મ કરનારા પતિ માટે સજાની જોગવાઈ તો છે, પરંતુ પત્નીની ઉંમર 12 વર્ષથી ઓછી હોય તો. જોકે, એ જણાવવું જરૂરી છે કે, ભારતમાં 12 વર્ષની ઉંમરમાં બાળકીઓના લગ્ન બાળલગ્નની કેટેગરીમાં આવે છે, જે એક ગુનો છે.

ABOUT THE AUTHOR

...view details