કોઝિકોડા કેરળની કોઝિકોડ જિલ્લા સેશન્સ કોર્ટે એક મહિલા સાથે જાતીય ગેરવર્તણૂકનો આરોપ (kerla High court judgment on sexual assault) મૂકનાર લેખક અને સામાજિક કાર્યકર્તા સિવિક ચંદ્રનને આગોતરા જામીન આપતી વખતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે, આરોપી સામેના જાતીય ગેરવર્તણૂકના આરોપો IPCની કલમો હેઠળ ટકી શકશે નહીં, કારણ કે કથિત ઉત્પીડન સમયે મહિલાએ જાતીય ઉશ્કેરણીજનક ડ્રેસ પહેર્યો હતો. ન્યાયાધીશ એસ કૃષ્ણકુમાર (Justice S krushnakumar) દ્વારા ચુકાદાની નકલમાં ઉલ્લેખિત ટિપ્પણીની સમગ્ર કેરળમાં વ્યાપક ટીકા થઈ છે.
આ પણ વાંચો:હવે એલોન મસ્કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ફૂટબોલ ક્લબ ખરીદ્યુ
ન્યાયાધીશે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા જામીન અરજી સાથે રજૂ કરાયેલા ફોટોગ્રાફ્સ એ પણ દર્શાવે છે કે, ડિફેક્ટો ફરિયાદી પોતે એવા કપડાં પહેરે છે, જેમાં કેટલાક જાતીય ઉશ્કેરણીજનક હોય છે. તેથી કલમ 354A પ્રથમ દ્રષ્ટીએ આરોપી સામે સ્ટેન્ડ કરશે નહીં. ન્યાયાધીશે આરોપીની ઉંમર અંગે પણ ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, 74 વર્ષની વયનો અને શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ બળપૂર્વક ફરિયાદીને તેના ખોળામાં બેસાડી શકે છે તે માનવું અશક્ય છે.
આ પણ વાંચો:લઠ્ઠાકાંડ થતા રહી ગયો, નકલી દારૂ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ
સોશિયલ મીડિયા પર આ ટિપ્પણી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. લેખક અને સામાજિક કાર્યકર્તા સિવિક ચંદ્રન પર બે અલગ-અલગ કેસમાં બે મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ છે. ફરિયાદ પક્ષે કોર્ટમાં એ પણ નિવેદન આપ્યું છે કે આરોપી એક રીઢો ગુનેગાર છે અને ઘણી સ્ત્રીઓ તેની સામે જાતીય ગેરવર્તણૂકની ફરિયાદો નોંધાવવા તૈયાર છે.