ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તાલિબાનીઓની હેવાનિયત : મૃત શરીર સાથે પણ કરે છે દુષ્કર્મ - મહિલાઓ પર અત્યાચારની શરૂઆત

તાલિબાનો દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કરવામાં આવ્યા બાદ તેમની ક્રુરતા ચરમ સિમાએ પહોચી ગઈ છે. ભારત સ્થિત અફઘાની મહિલાના જણાવ્યાં મુજબ, તાલિબાન દ્વારા મહિલાઓ પર અત્યાચારની શરૂઆત કરી દેવામાં આવી છે. આ મહિલાએ જાણાવ્યું હતું કે, તાલિબાનો એટલા ક્રૂર છે કે તે મહિલાઓના મૃતદેહો સાથે પણ દુષ્કર્મ આચરે છે.

મૃત શરીર સાથે પણ કરે છે દુષ્કર્મ
મૃત શરીર સાથે પણ કરે છે દુષ્કર્મ

By

Published : Aug 23, 2021, 3:25 PM IST

  • તાલિબાનની નિર્દયતાની ગંભીર તસવીરો
  • તાલિબાની દ્વારા મૃતદેહો સાથે પણ દુષ્કર્મ
  • દરેક ઘરમાંથી તાલિબાનીઓ ઇચ્છે છે છોકરીઓ

ન્યૂઝ ડેસ્ક : અફઘાનિસ્તાન પર કબજો કરનારા તાલિબાનની નિર્દયતાની ગંભીર તસવીરો સામે આવી રહી છે. મહિલાઓ પર તેમના અત્યાચાર પણ નવા નથી. તાલિબાનના સકંજામાંથી ભારત પરત આવેલી મહિલા દ્વારા ચોંકાવનારી બાબતો સામે આવી છે. મહિલાએ કહ્યું હતું કે, તાલિબાન એટલા ક્રૂર છે કે તેઓ મૃતદેહો સાથે પણ દુષ્કર્મ કરે છે. તેમજ તે અફઘાનિસ્તાનના દરેક ઘરમાંથી છોકરીઓ સાથે આવું કરવાનું ઇચ્છી રહ્યા છે.

અફઘાન મહિલા પોલીસની આપવીતિ

અફઘાનિસ્તાનથી આવીને દિલ્હીમાં રહેતી મુસ્કાન નામની મહિલાએ એક મીડિયા સાથેની વાતચીતમાં આ વાતો કહી હતી. એક સમયે પોલીસમાં રહેલી મુસ્કાને તાલિબાનના ડરને કારણે અફઘાનિસ્તાન છોડવું પડ્યું હતું. તેમણે કહ્યું કે, અમને ત્યાં ધમકી આપવામાં આવી હતી કે જો તમે કામ પર જશો, તો તમારો પરિવાર અને તમે જોખમમાં છો. તે પહેલા ચેતવણી આપે છે અને જો લોકો સહમત ન હોય તો, કાં તો તેમને ઉપાડીને લઈ જાય છે અથવા તેના માથામાં ગોળી મારી દે છે. કાબુલમાં મુસ્કાન સાથે કામ કરતી મહિલા સાથે શું થયું તે યાદ કરીને તે ગભરાઈ ગઈ હતી. તેમણે કહ્યું, "20-25 દિવસ પછી જ્યારે મૃતદેહ મળી, ત્યારે તેઓ મૃત શરીર સાથે પણ દુષ્કર્મ કરે છે. શું તમે તેની કલ્પના કરી શકો છો?

સરકાર સાથે કામ કરનાર વ્યક્તિને ગોળી

મુસ્કાને વધુમાં કહ્યું કે, તાલિબાનોએ તેના સાથીદારનું અપહરણ કરીને અને મૃતદેહ પરિવારને પરત આપતા સમયે ધમકી આપી હતી કે પોલીસ અથવા સરકાર સાથે કામ કરનાર કોઈપણ વ્યક્તિ સાથે આવું જ થશે. આથી, તેણે અફઘાનિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો. મુસ્કાને આગળ કહ્યું, "તેઓ ઈચ્છે છે કે અમને દરેક ઘરમાંથી એક છોકરી મળે. કાં તો છોકરી આપો નહિ તો આખા પરિવારને મારી નાખો. 10-12 વર્ષની છોકરીને પણ ઉપાડીને લઈ જાય છે. ”મુસ્કાન કહે છે કે, તાલિબાન મીડિયા સામે કહે છે કે અમે બદલાઈ ગયા છીએ.

ABOUT THE AUTHOR

...view details