બગદાદ: ISISના આતંકવાદીઓની બર્બરતાની કહાની કોઈનાથી છુપાયેલી નથી. આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠને સીરિયા અને ઈરાકમાં એવી તબાહી મચાવી કે દુનિયાભરના દેશોએ તેમની સામે એકઠા થવું પડ્યું હતું. શરૂઆતથી જ આ આતંકવાદીઓનું અસલી નિશાન લઘુમતી યઝીદી સમુદાય હતું. આ આતંકવાદીઓ બંદૂકની અણીયે યઝીદી મહિલાઓને સેક્સ સ્લેવ બનાવીને તેમનું શારીરિક શોષણ કરે (Woman eat Her child) છે.
ISISની બર્બરતાની કહાની :આ ખતરનાક આતંકવાદી સંગઠનની બર્બરતાથી બચી ગયેલી ઘણી યઝીદી મહિલાઓએ ISIS દ્વારા બર્બરતાની કહાની કહી છે. આ યઝીદી મહિલાને ઇરાકી સાંસદ વિયાન દાખિલ દ્વારા ISISના કબજામાંથી બચાવી લેવામાં આવી હતી. આ પછી તે મહિલાએ જે કહ્યું તે સાંભળીને પગની નીચેથી જમીન હટી જશે. તે મહિલાએ તેના જીવનની આત્યંતિક દુર્ઘટનાનો સામનો કર્યો છે.