ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Jalpaiguri Road Accident: ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3ના મોત અને 12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત - જલપાઈગુડી સરકારી મેડિકલ કોલેજ

બંગાળના જલપાઈગુડીમાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 કામદારોના મોત થયા હતા, જ્યારે 12 લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3
ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3

By

Published : Feb 21, 2023, 3:49 PM IST

જલપાઈગુડી(બંગાળ):જલપાઈગુડી નેશનલ હાઈવે પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 3 કામદારોના મોત થયા હતા. જ્યારે 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત: આ ઘટના મંગળવારે સવારે મૈનાગુરી ઉલ્લાબારી વિસ્તારમાં બની હતી. 15 કામદારો મૈનાગુરી રોડથી ડોમહાની વિસ્તાર સુધી રેલ્વેનું કામ કરવા જઈ રહ્યા હતા. તે વખતે જમણી ગલીમાં એક મોટી લારી સામે આવી. ટ્રક ટ્રેક્ટરને લગભગ 100 મીટર સુધી ખેંચી ગયો હતો. જેના કારણે ટ્રેક્ટરમાં સવાર તમામ 15 કામદારો નીચે પડી ગયા હતા. આ ઘટના જોઈને સ્થાનિક લોકો ઈજાગ્રસ્તોને બચાવવા માટે સૌથી પહેલા આગળ આવ્યા. માહિતી મળ્યા પછી હાઇવે પેટ્રોલિંગ અને મૈનાગુરી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો:Mumbai Crime: દસ્તાવેજોમાં છેડછાડ કરીને મહિલા બિઝનેસમેન સાથે 2.5 કરોડની છેતરપિંડી

3ના મોત અને 12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત: તમામ ઈજાગ્રસ્તોને જલપાઈગુડી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ હેઠળની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે 3 કામદારોને મૃત જાહેર કર્યા હતા. સામે આવેલી માહિતી પ્રમાણે મુર્શિદાબાદ અને બીરભૂમ જિલ્લાના 30 રેલવે કોન્ટ્રાક્ટરો મૈનાગુરી રોડ પર ફુલચંદ સરકારના મકાનમાં ભાડેથી રહે છે. ભાડામાંથી તેઓ નવા માલબજાર અને ચાંગરાબંદર રૂટ પર રેલ્વે લાઇનના વીજળીકરણનું કામ કરતા હતા. આજે સવારે 17 શ્રમિકો વિદ્યુતીકરણના થાંભલાને વેલ્ડીંગ કરવા માટે ટ્રેક્ટરમાં નેશનલ હાઈવે નંબર 31 ની સામેની લેન પર ડોમહાણી ચારરસ્તા તરફ જઈ રહ્યા હતા. પરંતુ ટ્રેક્ટર જમણી લેનમાં એક મોટી લારી સાથે અથડાયું હતું. જેમાં 15 કામદારો નીચે પડી ગયા હતા.

આ પણ વાંચો:Acid attack in odisha: ઓડિશાના બાલાસોરમાં પારિવારિક વિવાદમાં 4 લોકો પર એસિડ એટેક, હાલત ગંભીર

12 લોકોની હાલત ગંભીર:મૃતકોના નામ સુમન શેખ, હસન શેખ અને કમલ માલ છે. ઈજાગ્રસ્ત 12 લોકોની હાલત ગંભીર છે. તેઓ જલપાઈગુડી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં રેલ્વે કોન્ટ્રાકટર અસીબુલ શેખે જણાવ્યું હતું કે, "અમે સવારે રેલ્વેના કામ માટે સાઈડમાં જઈ રહ્યા હતા. ટ્રેક્ટરમાં તમામ રેતી અને પથ્થરો હતા. ડોમહાણી તરફના રસ્તેથી ટ્રેક્ટર એક ટ્રક સાથે અથડાઈ હતી. તમામ ઈજાગ્રસ્ત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details