ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi News: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ધુમ્મસના લીધે 35 વાહનો અથડાયા

ગાઝિયાબાદમાં દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ધુમ્મસને કારણે લગભગ 35 વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા છે, જેમાં કોઈને ઈજા થઈ નથી. આ દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં પણ ધુમ્મસ વધી રહ્યું છે, જે ધુમ્મસ લોકોની મુશ્કેલીઓ અને અકસ્માતો વધારી રહ્યું છે.

Delhi News: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ધુમ્મસના લીધે 35 વાહનો અથડાયા
Delhi News: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ધુમ્મસના લીધે 35 વાહનો અથડાયા

By

Published : Feb 19, 2023, 1:43 PM IST

Updated : Feb 19, 2023, 2:20 PM IST

ગાઝિયાબાદ: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા છે. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ધુમ્મસના કારણે સવારે અકસ્માત થયો હતો, જેમાં વાહનોને ભારે નુકસાન થયું હતું. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર વાહનો ખૂબ જ ઝડપે દોડે છે, પરંતુ આ દરમિયાન ધુમ્મસના કારણે સ્પીડ ધીમી પડી ગઈ હતી, પરંતુ જે વાહનો સ્પીડને કાબૂમાં ન રાખી શક્યા તે એકબીજા સાથે અથડાઈ ગયા હતા.

Delhi News: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ધુમ્મસના લીધે 35 વાહનો અથડાયા

આ પણ વાંચો:Accused arrested After 32 years: મુંબઈ લૂંટ કેસમાં ફરાર આરોપીની 32 વર્ષ બાદ ધરપકડ

કોઈને ગંભીર ઈજા થઈ નથી થઈ: આ મામલો ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેનો છે. મેરઠથી દિલ્હી જતી જગ્યા પર ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. એક વાહને અચાનક બ્રેક લગાવી, જેના પછી એક પછી એક વાહનો પાછળથી અથડાઈ ગયા. વાહનોને ભારે નુકસાન થયું હતું. ઘણા વાહનોને આગળ અને પાછળના ભાગેથી નુકસાન થયું છે. જેમાં રોડવેઝની બસ પણ અકસ્માતનો ભોગ બની છે. જોકે, સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને ક્ષતિગ્રસ્ત વાહનોને સ્થળ પરથી હટાવવામાં આવી રહ્યા છે. આ અકસ્માત રવિવારે સવારે થયો હતો. ધુમ્મસના કારણે હાઇવે પર કશું દેખાતું ન હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં પણ ધુમ્મસ વધી રહ્યું છે, જે ધુમ્મસ લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યું છે.

Delhi News: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ધુમ્મસના લીધે 35 વાહનો અથડાયા

ધુમ્મસમાં સાવધાની વધુ જરૂરી: દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર વાહનોની સ્પીડ સામાન્ય રીતે વધારે હોય છે. મસૂરી નજીક ઘણી વખત અકસ્માતના સમાચાર આવતા રહે છે. દિલ્હીથી મેરઠને જોડતા આ હાઈવે પર દરેક વખતે પોલીસ ટ્રાફિક એડવાઈઝરી જારી કરીને લોકોને સ્પીડ પર નિયંત્રણ રાખવા કહે છે. ખાસ કરીને ધુમ્મસમાં સાવધાની વધુ જરૂરી છે, પરંતુ તેમ છતાં લોકો માનતા નથી. ધુમ્મસના સમયમાં પણ વાહનોની સ્પીડ વધુ રહે છે, જેના કારણે આવા અકસ્માતો થતા રહે છે. હાઈવે પર લગાવેલા સીસીટીવી દ્વારા પણ પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, શું તેની પાછળ મુખ્યત્વે ધુમ્મસનું કારણ હતું કે પછી આ અકસ્માતમાં અન્ય કોઈ ખામી હતી. ઘણા વાહનો એવા હતા જેમાં પરિવાર મેરઠથી પરત ફરી રહ્યો હતો. આ સિવાય બસમાં પણ ઘણા લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું કહેવાય છે. જો બસ કે વાહન પલટી મારીને હાઈવે પરથી નીચે પડી જાય તો અકસ્માત ખૂબ ગંભીર બની શકે તેમ હતો. ઘટનાસ્થળની તસવીરો અને વીડિયો પણ ગંભીર સ્થિતિ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો:Security breach in Amit Shah's Pune visit: પુણેમાં રેલી દરમિયાન અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક

ધુમ્મસના કારણે અકસ્માત: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર દુર્ઘટનાના સંદર્ભમાં ઘટનાસ્થળે પહોંચેલા ડીસીપી ટ્રાફિક રામાનંદ કુશવાહાએ જણાવ્યું કે, સવારે ઘણું ધુમ્મસ હતું. આ દરમિયાન વાહનો બહુ ઝડપથી આગળ વધી રહ્યા ન હતા પરંતુ એક વાહન આગળ જઈ રહ્યું હતું, જેને અચાનક બ્રેક લાગી હતી. તેની પાછળ એક કેન્ટર જઈ રહ્યું હતું, તેણે પણ અચાનક બ્રેક લગાવી દીધી. કેન્ટરની પાછળ પણ અનેક વાહનો હતા. આ ઉપરાંત એક ઓઈલ ટેન્કર પણ જઈ રહ્યું હતું. તે ઓઈલ ટેન્કર અને અન્ય વાહનો અથડાયા હતા. ત્યારપછી જે-તે વાહનો અથડાતા રહ્યા. રામાનંદ કુશવાહાએ જણાવ્યું કે હાઈવે પર 35 વાહનો અથડાયા હતા. જો કે આમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. હાઈવે પર સ્થિતિ કાબુમાં આવી ગઈ છે.

Last Updated : Feb 19, 2023, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details