જમ્મુ-કાશ્મીર: હંદવાડાના વાતાયિન વિસ્તારમાં આજે બસ અકસ્માતમાં(Bus accident in Jammu and Kashmir) 20 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત (Around 20 persons injured) થયા છે.ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત હંદવાડાના વેટીન વિસ્તારમાં થયો હતો.
જમ્મુ-કાશ્મીરના હંદવાડા વિસ્તારમાં બસ અકસ્માત, 20 મુસાફરો ઇજાગ્રસ્ત - હંદવાડાના વાતાયિન વિસ્તારમાં આજે બસ અકસ્માત
જમ્મુ કાશ્મીરના હંદવાડાના વાતાયિન વિસ્તારમાં આજે બસ અકસ્માતમાં (Bus accident in Jammu and Kashmir) લગભગ 20 લોકો ઇજાગ્રસ્ત (Around 20 persons injured) થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Etv Bharatજમ્મુ-કાશ્મીરના હંદવાડા વિસ્તારમાં બસ અકસ્માત, 20 મુસાફરો ઇજાગ્રસ્ત
બચાવ કામગીરી હાથ ધરી:આ પહેલા 3 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક માર્ગ અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું હતું અને 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. માનસર મોરે ખાતે પેસેન્જર બસ અથડાતાં આ ઘટના બની હતી. ઘટના બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.