- ગઢચિરોલી જિલ્લામાં પોલીસ-નક્સલીઓ થયા હતા આમને સામને
- પોલીસની ગોળીએ 26 જેટલા નક્સલીઓ માર્યા ગયા
- એન્કાઉન્ટર દરમિયાન 4 પોલીસકર્મીઓ થયા ઈજાગ્રસ્ત
નાગપુર/મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં શનિવારે પોલીસ (Police Encounter) સાથેની અથડામણમાં 26 જેટલા નક્સલીઓ માર્યા ગયા (Naxal Encounter in Gadchiroli) હતા. વરિષ્ઠ અધિકારીઓએ આ માહિતી આપી. મળતી માહિતી મુજબ, મૃતકોમાં કેટલાક મોટા બેનામી નક્સલવાદીઓ હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે જ, દેશના સૌથી મોટો નક્સલી લીડર મિલિંદ તેલતુમ્બડે પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.
C-60 પોલીસ કમાન્ડોનું ઓપરેશન
મહારાષ્ટ્રનો પૂર્વી જિલ્લો ગઢચિરોલી (Gadchiroli Naxalite) એ મુંબઈથી 900 કિમીથી વધુના અંતરે આવેલું છે. જિલ્લા પોલીસ અધિક્ષક અંકિત ગોયલે જણાવ્યું હતું કે, અમને અત્યાર સુધીમાં જંગલમાંથી 26 નક્સલવાદીઓના (Naxalites News) મૃતદેહ મળ્યા છે. ગોયલે કહ્યું કે, પોલીસ અધિક્ષક સૌમ્યા મુંડેની આગેવાની હેઠળ C-60 પોલીસ કમાન્ડો (C-60 Police Commando) ની ટીમે સવારે કોરચીના મર્ડિંટોલા જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, આ ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
કોણ છે મિલિંદ તેલતુમ્બડે?
મૂળ યવતમાલ જિલ્લાના વાની તાલુકાના રાજુરનો રહેવાસી મિલિંદ તેલતુમ્બડે નક્સલ ચળવળમાં સહ્યાદ્રી, દીપક વગેરે જેવા ઉપનામોથી જાણીતો હતો. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર મિલિંદ તેલતુમ્બડે છેલ્લા 30 વર્ષથી નક્સલ ચળવળમાં સક્રિય છે. તે પ્રતિબંધિત માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના રાજ્ય સચિવ પણ હતો. રાજ્ય પોલીસે તેના પર 50 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.
MMC ઝોનની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા
ત્રણ-ચાર વર્ષ પહેલાં મિલિંદે મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ-છત્તીસગઢ (MMC) ઝોનની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે આ ઝોનના સર્વોચ્ચ નેતા હતો. આ અઠવાડિયે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર વિજય વડેટ્ટીવાર સામે સૂરજાગઢ ખાણો સામેના આંદોલનની ટીકા કરતો પત્ર જાહેર કર્યો હતો. તેના પર નક્સલીઓના દક્ષિણ ઝોનના પ્રવક્તા શ્રીનિવાસ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે પત્રની ભાષા પરથી સ્પષ્ટ થયું કે, આ પત્ર સહ્યાદ્રીએ પોતે જ લખ્યો છે.
3 વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી-