ભુવનેશ્વર (ઓડિશા):ઓડિશાના છ જિલ્લામાં વીજળી પડતા ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. વિશેષ રાહત કમિશનરની કચેરીના જણાવ્યા અનુસાર શનિવારે ભારે વરસાદ થયો હતો અને વીજળી પડવાથી ખુર્દા જિલ્લામાં ચાર લોકો, બોલાંગીરમાં બે અને અંગુલ, બૌધ, જગતસિંહપુર અને ઢેંકનાલમાં એક-એક લોકોના મોત થયા હતા.
વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ: ખુર્દામાં ત્રણ વ્યક્તિઓ પણ વીજળી પડવાથી ઘાયલ થયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, ભુવનેશ્વર અને કટકના જોડિયા શહેરો સહિત ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં આવી જ સ્થિતિની આગાહી કરી છે.
ચોમાસું સક્રિય:એક સાયક્લોનિક સર્ક્યુલેશનથી ચોમાસું સક્રિય થયું છે જેના કારણે રાજ્યભરમાં ભારે વરસાદ થયો છે, એમ નિવેદનમાં જણાવાયું છે. જોડિયા શહેરો ભુવનેશ્વર અને કટકમાં બપોરે 90 મિનિટના સમયગાળા દરમિયાન અનુક્રમે 126 મીમી અને 95.8 મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં બપોરે 36,597 CC (વાદળથી વાદળ) વીજળી અને 25,753 CG (વાદળથી જમીન) વીજળી નોંધાઈ, ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (OSDMA) એ X પર જણાવ્યું હતું, જે અગાઉ ટ્વિટર હતું. હવામાન વિભાગે લોકોને વાવાઝોડાની ગતિવિધિ દરમિયાન સલામત સ્થળોએ આશરો લેવાની સલાહ આપી છે.
- Bhavnagar Rain: શ્રાવણી વરસાદ થોડી મિનિટોમાં દે ધનાધન વરસ્યો: રસ્તાઓ પાણી પાણી તો બાળકોએ મજા લૂંટી
- Gujarat Monsoon 2023 : સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી:એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર પણ આવેલું છે જ્યારે બીજું 3 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીના ઉત્તરમાં રચાય તેવી શક્યતા છે, એમ અહીંના પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડિરેક્ટર એચ આર બિસ્વાસે જણાવ્યું હતું. તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન લો-પ્રેશર વિસ્તાર રચાય તેવી શક્યતા છે. ચક્રવાત પરિભ્રમણ અને સંભવિત નીચા દબાણવાળા વિસ્તારને કારણે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે ઓડિશામાં દબાયેલું છે, હવે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદનું કારણ બનશે, એમ તેમણે જણાવ્યું હતું.
(PTI)