તુર્કીઃ દક્ષિણ તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના બે મોટા આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનૂસાર તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 અને 5.8 માપવામાં આવી છે. આ પહેલા પણ તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે મોટાપાયે વિનાશ થયો હતો અને મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. હજુ આ આંકડામાં અંત આવે એ પહેલા ફરી વાર ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
લોકોના મોત:તુર્કીના દક્ષિણી હટાય પ્રાંતમાં સ્થાનિક સમય અનુસાર 20.04 વાગ્યે ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ત્રણ મિનિટ સુધી ભૂકંપ આવ્યો હતો અને તીવ્રતા 6.4 હતી. જે બાદ ત્યાના સ્થાનિક તંત્ર દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકો કાટમાળમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. તુર્કીથી આશરે 100 કિલોમીટર નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો NDRF's Romeo and Julie : NDRFના રોમિયો અને જુલીએ 6 વર્ષની બાળકીનો બચાવ્યો જીવ