ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Explosion in Bengal: પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 3નાં મોત - paschim bengal news

પૂર્વ મિદનાપુરમાં ઇગ્રા બાદ રવિવારે સાંજે ફટાકડાની ફેક્ટરીમાં વધુ એક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ દક્ષિણ 24 પરગણાના બજબુજ વિસ્તારમાં સ્થિત અન્ય ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.

Explosion in Bengal: પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ત્રણનાં મોત
Explosion in Bengal: પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ત્રણનાં મોત

By

Published : May 22, 2023, 8:08 AM IST

મિદનાપુરઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં ઈગ્રા બાદ રવિવારે સાંજે ફટાકડાની ફેક્ટરીમાં વધુ એક બ્લાસ્ટથી ધરતી ધણધણી ગઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે. બીજી તરફ આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યાં અનુસાર હજુ પણ ઘણા લોકોના મોતની આશંકા છે.

ઘટના સ્થળે જ મોતઃ રવિવારે સાંજે લગભગ 6 વાગે નંદરામપુરના દાસપરામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ નંદરામ ઘંટીના ગોડાઉનની છત પર થયો હતો. આ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોની ઓળખ જમુના દાસ (65), જયશ્રી ઘંટી (90) અને પમ્પા ઘંટી (45) તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમની વચ્ચે પંપા ફટાકડા ફેક્ટરીના માલિક નંદરામ ઘંટીની પત્ની પંપા ખાંટી અને જયશ્રી પમ્પાની માતા હતી, જ્યારે જમુના દાસ તેમના પાડોશી હતા.

કવરેજમાં વિધ્નઃ એવો આરોપ છે કે, જ્યારે મીડિયા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને માહિતી એકત્ર કરતા અટકાવવામાં આવ્યા હતા. વિસ્ફોટ બાદ મહેશતલા અને બજબુજ પોલીસ સ્ટેશનની મોટી સંખ્યામાં પોલીસ દળો ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ પણ આ ઘટના અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આગ પર કંટ્રોલ મળ્યોઃ ફાયર એન્જિનોએ આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી મળી રહી છે. જો કે, આગ ફરી ન ફેલાય તે માટે ફાયર ફાયટર હજુ પણ સ્થળ પર હાજર છે. પોલીસે ત્રણેયના મૃતદેહ કબજે કર્યા છે. વિદ્યાસાગરને પોસ્ટમોર્ટમ પહેલા જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે.

  1. IPL 2023 Top Players: આ 6 ખેલાડીઓએ આ સિઝનમાં ખાસ રેકોર્ડ બનાવ્યો
  2. MH : Cruise Drug Bust Bribery Case: CBIએ બીજા દિવસે સમીર વાનખેડેની 5 કલાકથી વધુ પૂછપરછ
  3. Central Ordinance: CM કેજરીવાલ મમતા બેનર્જી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત, જાણો કેમ

ABOUT THE AUTHOR

...view details