ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુના મંદિરમાં એવું તો શું બન્યું કે, 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો - Eleven devotees die due to electric shock

તમિલનાડુના તંજાવુરમાં ટેમ્પલ કાર ફેસ્ટિવલ દરમિયાન એક મોટી દુર્ઘટના(Accident during Temple Car Festival) થઈ છે. વીજ કરંટ લાગવાથી 11 શ્રદ્ધાળુઓના મોત(Eleven devotees die due to electric shock) અને 4 લોકોને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તંજાવુરમાં મંદિરની કાર ઉત્સવ દરમિયાન, મંદિરનો રથ હાઇ ટેન્શન લાઇન સાથે અથડાયો, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે રથ ઉત્સવ પછી મંદિર તરફ પાછો ફરી રહ્યો હતો.

10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

By

Published : Apr 27, 2022, 8:16 AM IST

Updated : Apr 27, 2022, 9:55 AM IST

ચેન્નઈ: તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક મંદિર દ્વારા કાઢવામાં આવેલી રથયાત્રા દરમિયાન 11 લોકોને વીજ કરંટ લાગ્યો હતો અને તે તમામના મોત(Eleven devotees die due to electric shock) થયા છે. આ લોકો હાઇ ટેન્શન ટ્રાન્સમિશન લાઇનના સંપર્કમાં આવ્યા હતા. પોલીસે આ ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું કે, મૃતકોમાં બાળકોનો પણ સામાવેશ છે. અપ્પર મંદિરની રથયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે બુધવારે વહેલી સવારે કાલીમેડુ નજીક આ દુ:ખદ ઘટના બની હતી. ઉત્સવ બાદ રથ મંદિરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.

11 લોકો મોતને ભેટ્યા - પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રથ ફેરવાઈ રહ્યો હતો અને તે દરમિયાન તે ઉપરથી પસાર થતા ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવ્યો, જેના કારણે રથમાં હાજર લોકોને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનામાં ઘાયલ ચાર લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. રથને કરંટ લાગવાથી સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળે છે. તિરુચિરાપલ્લી (સેન્ટ્રલ ઝોન)ના પોલીસ મહાનિરીક્ષક વી બાલકૃષ્ણને જણાવ્યું હતું કે, તંજાવુર જિલ્લામાં મંદિર કાર ઉત્સવ (રથ ઉત્સવ)માં રથ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. આ મામલે FIR નોંધવામાં આવી છે.

Last Updated : Apr 27, 2022, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details