હરિયાણામાં આવેલ રોહતક જિલ્લાની એકતા કોલોનીમાં એક ઘરમાં સવારે લગભગ 6.45 વાગ્યે ચા બનાવતી વખતે સિલિન્ડરફાટ્યો (lpg cylinder burst in rohtak) હોવાની ધટના બની હતી. આ અકસ્માતમાં બે બાળકો સહિત એક જ પરિવારના કુલ ચાર લોકો દાઝી ગયા હતા. આ સિવાય પાડોશમાં રહેતા અન્ય ત્રણ લોકો પણ બ્લાસ્ટને કારણે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટએટલો જબરદસ્ત હતો કે ઘર સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. નજીકના મકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસે મામલાની વધુ તપાસ શરૂ કરી છે.
સિલિન્ડર ફાટ્યોપ્રાપ્ત માહિતી અનુસાર સિમેન્ટ કંપનીમાં માર્કેટિંગનું (Marketing in a Cement Company) કામ કરતો વિશાલ તેના પરિવાર સાથે એકતા કોલોનીમાં રહે છે. આજે જ્યારે તેની પત્ની અનુરાધા સવારે ઉઠીને ચા બનાવવા લાગી ત્યારે સિલિન્ડર (LPG cylinder burst In Rohtak) ફાટ્યો હતો. જેના કારણે વિશાલ, તેની પત્ની, બે પુત્રો રેહાના અને વેહાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. એટલું જ નહીં બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે વિશાલનું ઘર આખું બળીને ખાખ થઇ ગયું હતું. જ્યારે આસપાસના મકાનોમાં પણ ઘણું નુકસાન થયું હતું. જેના કારણે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ત્રણેયની ઉંમર 18 થી 20 વર્ષ જણાવવામાં આવી રહી છે